અમદાવાદમાં વધુ પૈસા કમાવવા હાઈફાઈ યુવતીએ એવા કારનામા કર્યા કે પોલીસે દબોચી લીધી, શરમજનક કિસ્સો

અમદાવાદમાં હાઈ પ્રોફાઈલ યુવતીની ધરપકડ, મોટા મોટા કાંડ જાણીને વિશ્વાસ નહિ આવે….

આજના સમયમાં ચોરી-લૂંટફાટ, હત્યા, નશાકારક પદાર્થોની તસ્કરી વગેરે જેવા મામલાઓ જાણવા મળે છે. એવામાં નશાકારક પદાર્થોનું સેવન કરવું કે તેની લેવળ-દેવળ કરવી ગુનો માનવામાં આવે છે. એવામાં એસઓજી ક્રાઇમ બ્રાન્ચની ઝપેટમાં આવેલી અમદાવાદમાં રહેતી મૂળ પંજાબની હરપ્રિત કૌર નામની યુવતી પહેલા નશાના રવાડે ચઢી હતી અને ત્યારબાદ એમ.ડી ડ્રગ્સની પેડલર બની ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. એવામાં ઇવેન્ટ મેનેજમેન્ટમાં કામમાં નશાની લત લાગેલી હરપ્રિતની પોલીસે ધરપકડ કરી લીધી છે.

પોલીસના આધારે જાણવા મળ્યું છે કે હરપ્રીત વર્ષ 2017થી ઇવેન્ટનું કામ કરતી હતી અને તેણે સૌથી પહેલા પોતાન મિત્રો સાથે સેવન કર્યું હતું અને બીજી વખત તેણે ગોવા જઈને સેવન કરવાની વાત કબૂલ કરી હતી. જેના પછી હરપ્રીતને નશાની આદત લાગી ગઈ હતી માટે તે પોતાના ઘરે પણ નશાનું સેવન કરવા લાગી હતી. એવામાં હરપ્રીત નશો કરી પોતાની ગાડીમાં જઈ રહી હતી  અને પોલીસને તેની બાતમી મળતા હરપ્રીતની હાઇવે પરથી જ ધરપકડ કરી લીધી હતી. આ દરમિયાન તેની પાસેથી ડ્રગ્સ પણ જપ્ત કરવામાં આવ્યું હતું.

પોલીસના આધારે એવું પણ જાણવા મળ્યું હતું કે હરપ્રીત પહેલા નશાના રવાડે ચઢી હતી અને ત્યાર બાર તે એમ.ડી પેડલર પણ બની ગઈ હતી. નશો કરવો મોંઘુ પડી રહ્યું હતું જેથી આ મહિલા જેની પાસેથી ખરીદતી હતી તે લોકોએ આ મહિલાને વેચવાનું કહ્યું અને બાદમાં માફિયાઓની જાળમાં ધીમે-ધીમે ફસાતી ગઈ અને અંતે જેલ ભેગું થવું પડ્યું છે.

રિપોર્ટમાં સામે આવ્યું કે હરપ્રીત જથ્થો શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલા સાદ રાજપૂત નામના વ્યક્તિ પાસેથી લાવતી હતી જે અનુસંધાને એસઓજી ક્રાઇમ બ્રાન્ચ હાલ આ સાદ રાજપૂત નામના વ્યક્તિની ધરપકડ કરવા માટે પગલાં લઇ રહી છે અને સાથે જ હરપ્રીતે ગોવા જઈને કોની પાસેથી ખરીધ્યું હતું અથવા તો વેચવા માટે ગોવાથી અમદાવાદ લાવી હતી કે કેમ એવા તમામ મુદ્દાઓને લઈને એસઓજી ક્રાઇમ બ્રાન્ચ આગળની તપાસ કરી રહી છે.

Krishna Patel