...
   

ગાડીમાંથી ઉતરીને SHOએ મારી શાકભાજીની લારીને લાત, બધો જ સામાન ફેંકી દીધો, પછી લેવામાં આવી તેના ઉપર એક્શન, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા ઉપર પોલીસની બર્બરતાના ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક પોલીસવાળો ગાડીમાંથી ઉતરી અને શાકભાજીની લારીને લાત મારે છે અને તેનો બધો જ સામાન ફેંકી દે છે.

આ વીડિયો પંજાબના કપૂરથલાના એસએચઓનો છે. આ વીડિયો સામે આવ્યા બાદ એસએચઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. વીડિયોની અંદર ફગવાડામાં એસએચઓ સીટી નવદીપ સિંહ એક શાકભાજીવાળાની લારીને ટક્કર મારે છે અને બધો જ સામાન ફેંકી દે છે.

વીડિયો સામે આવ્યા બાદ કપૂરથલાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક કંવરદીપ કૌરે કહ્યું કે આરોપી અધિકારીને નિલંબિત કરી દેવામાં આવ્યો ચેહ અને તેના વિરુદ્ધ વિભાગીય તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.

તો બીજી તરફ કપૂરથલા પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા શાકભાજીવાળા ના નુક્શાનની ભરપાઈ કરવા માટે પોતાના પગારમાંથી યોગદાન આપવામાં આવ્યું છે.

Niraj Patel