ખબર

લે બોલો…હવે અહીંયા પણ લાગ્યું 15મે સુધી લોકડાઉન, જાણો લોકડાઉન અંગેની વિગત

હરિયાણા બાદ પંજાબમાં પણ લોકડાઉન લાગી ગયુ છે. રાજયમાં 15 મે સુધી મિની લોકડાઉન રહેશે. આ દરમિયાન રાજયમાં માત્ર જરૂરી દુકાનો ખુલ્લી રહેશે. ગેરજરૂરી દુકાનો રાજયમાંં પૂર્ણરૂપથી બંધ રહેેેશે. આ નિર્ણય કોરોનાના કેસને ધ્યાને લઇને લેવામાં આવ્યો છે.

હવાઇ, રેલવે કેે સડક માર્ગથી પંજાબમાં પ્રવેશ કરનારને કોરોના નેગેટિવ રિપોર્ટ બતાવવો પડે છે. રિપોર્ટ 72 કલાકથી વધુ જૂનો ના હોવો જોઇએ. સિનેમા હોલ, બાર, રેસ્ટોરન્ટ, સલૂન, જિમ બંધ રહેશે. કોઇને પણ કોવિડના નિયમોને તોડવાની અનુમતિ નથી. પંજાબ ગૃહ વિભાગ તરફથી બધા ઉપાયુક્તો અને જિલ્લા પોલિસ પ્રમુખોને નિર્દેશ આપવામાં આવ્યા છે અને વિસ્તારમાં કોરોનાના નિયમોનું પાલન કડકાઇથી કરવામાં આવે તેમ જણાવવામાં આવ્યુ છે.

સરકારે ઇંડસ્ટ્રીને બંધ કરવાનો નિર્ણય લીધો છે. ત્યાં જ ઘઉં ખરીદવાની સીઝનને કારણે પૂર્ણ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો નથી. સરકારે ધાર્મિક ગુરુઓને ભીડ એકત્રિત ના કરવા માટે અપીલ કરી છે.

મિની લોકડાઉન દરમિયાન દવાઓ, કરિયાણુ, દૂધ, શાકભાજી, મોબાઇલ રિપેરિંગની દુકાનો ખુલ્લી રહેશે. તેમજ લેબ, નર્સિંગ હોમ અને સ્વાસ્થ્ય સંબંધી સેવાઓ પર કોઇ બંદીશ નહિ હોય. બધી જ મેડિકલ અને નર્સિંગ કોલેજ ખુલ્લા રહેશે.

રેસ્ટોરન્ટ, કેફે, ફાસ્ટ ફૂડની દુકાન અને ઢાબાથી ટેક અને અને હોમ ડિલીવરી રાત્રે 9 વાગ્યા સુધી થઇ શકશે. બસો અને રિક્ષામાં 50% યાત્રિ બેસી શકશે. શાકભાજી અને ફળોની દુકાનો શારિરીક દૂરીના પાલન સાથે ખુલ્લી રહેશેે. બધા ધાર્મિક સ્થળ 6 વાગે બંધ કરવામાં આવશે.