કેનેડામાં પત્નીની હત્યા કરી ભારતમાં બેસેલી માતાને વીડિયો કોલ કરી બતાવી લાશ, જાણો ખતરનાક કહાની

5 દિવસ પહેલા દીકરી પાસે કેનેડા ગયેલા યુવકે પત્નીની ચાકુ મારી કરી હત્યા, પછી વીડિયો કોલ કરી માતાને લાશ બતાવી – જાણો સમગ્ર મામલો

કેનેડામાં પંજાબના લુધિયાણાની એક વ્યક્તિએ તેની પત્નીની છરીના ઘા મારીને હત્યા કરી નાખી. આ પછી આરોપીએ વીડિયો કોલ કરીને મૃતદેહ તેની માતાને બતાવ્યો. કહ્યું કે મેં તેને કાયમ માટે સૂવડાવી દીધી. આ જોઈને આખો પરિવાર ગભરાઈ ગયો. હત્યારો પતિ 5 દિવસ પહેલા જ પુત્રીને મળવા કેનેડા પહોંચ્યો હતો. હાલ તો પોલીસે તેની ધરપકડ કરી છે. મૃતકની ઓળખ બલવિંદર કૌર તરીકે થઈ છે. બલવિંદર બ્રિટિશ કોલંબિયાના એબોટ્સફોર્ડ સ્થિત તેના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. આ ઘટના 15 માર્ચે વેગનર ડ્રાઇવના 3400-બ્લોકમાં બની હતી.

કેનેડાની ઈન્ટિગ્રેટેડ હોમિસાઈડ ઈન્વેસ્ટિગેશન ટીમે જણાવ્યું હતું કે બલવિંદરને બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવી. ઘટનાના સંબંધમાં તેના પતિ જગપ્રીત સિંહની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ અનુસાર, ઘટના બાદ જગપ્રીતે લુધિયાણામાં તેની માતાને વીડિયો કોલ કરીને જણાવ્યું હતુ કે તેણે તેની પત્નીની હત્યા કરી દીધી છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા મૃતકની બહેન રાજવિંદર કૌરે કહ્યું કે મારી બહેનની છરીના ઘા મારીને હત્યા કર્યા બાદ જગપ્રીતે લુધિયાણામાં તેની માતાને ફોન કર્યો હતો.

જગપ્રીત કેનેડા પહોંચવાના વિચારમાં પાગલ હતો અને જ્યારથી બલવિંદર ત્યાં પહોંચી હતી ત્યારથી તે ત્યાં જવાની જીદ પણ કરી રહ્યો હતો. તેણે જણાવ્યું હતું કે દંપતીએ પૈસાને લઈને પણ દલીલ કરી હતી કારણ કે જગપ્રીતે કામ કરવાનું બંધ કરી દીધું હતું અને તે બેરોજગાર હતો. બલવિંદર અને જગપ્રીતના લગ્ન 2000માં થયા હતા. બંનેને બે બાળકો છે એક પુત્રી અને એક પુત્ર.

પુત્રી ચારેક વર્ષ પહેલા સ્ટડી વિઝા પર કેનેડા ગઈ હતી. જો કે, ત્યાં તેને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. રાજવિંદરે કહ્યું કે પછી મારી બહેન બલવિંદર પુત્રીની સંભાળ લેવા માટે 2022માં કેનેડા ગઈ હતી. જો કે, તે ત્યાં પહોંચી ત્યારથી જ તેનો પતિ તેને પણ ત્યાં બોલાવવાની જીદ કરતો હતો. મારી બહેન બધો જ ખર્ચ એકલી ઉઠાવતી હતી. પહેલા તે ડ્રાઈવર તરીકે કામ કરતો હતો, પરંતુ જ્યારે મારી બહેને તેને પૈસા મોકલવાનું શરૂ કર્યું તો તેણે કામ કરવાનું બંધ કરી દીધું.

બલવિંદર દીકરીની સારવાર અને ભણતરનો ખર્ચ એકલી જ સંભાળતી અને જગપ્રીતને પૈસા પણ મોકલતી. તેમ છતાં પણ જગપ્રીત તેને કેનેડા બોલાવવા માટે હેરાન કરતો હતો. કેનેડા જતા પહેલા બલવિંદર એક ખાનગી હોસ્પિટલમાં કામ કરતી હતી. કેનેડામાં તે એક સ્ટોરમાં કામ કરતી હતી. તેના પર થોડું દેવું પણ હતું અને તેણે તેની પુત્રીને કેનેડા મોકલવા માટે તેના ભાઈ-બહેન પાસેથી લોન લીધી હતી. તેમ છતાં જગપ્રીત તેને હેરાન કરતો હતો.

Shah Jina