વિદેશમાં કબડ્ડી કોચની માથામાં ગોળી મારી કરવામાં આવી હત્યા, આખું ગામ ફફડી ઉઠ્યું, વિદેશ જનારાઓ ચેતી જજો

વિદેશનો મોહ રાખનારા અને જનારાઓ ચેતી જજો, એક ફેમસ કોચને માથામાં ઠોકી દીધી ગોળી….

ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર હત્યાના કિસ્સાઓ સામે આવે છે. જેમાં કેટલીકવાર અંગત અદાવત તો કેટલીકવાર અવૈદ્ય સંબંધ કે પ્રેમ સંબંધ કે પછી દેવાને કારણે હત્યાના કિસ્સા બનતા હોય છે. ત્યારે હાલમાં પંજાબના કબડ્ડી કોચની ગોળી મારી હત્યા કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. ફિલિપાઇન્સની રાજધાની મનીલામાંથી આ મામલો સામે આવ્યો છે. મનીલામાં 43 વર્ષિય ગુરપ્રીત સિંહ ગિંદરૂની ગોળઈ મારી હત્યા કરવામાં આવી હોવાની ખબર પરિવાર સુધી પહોંચી.

જે બાદ મંગળવારે મોગા જિલ્લાના નિહાલ સિંહ વાળા ઉપમંડળના પાખરવાડ ગામમાં માતમ છવાઇ ગયો. ગ્રામીણોએ માગ કરી છે કે સરકાર તેના પાર્થિવ દેહને ઘરે પરત લાવે, કારણ કે વિધિ વિધાનથી તેના અંતિમ સંસ્કાર કરી શકે. મીડિયા રીપોર્ટ અનુસાર, ગુરપ્રીત સિંહ ચાર વર્ષ પહેલા રોજી રોટી કમાવવા ફિલિપાઇન્સ ગયો હતો. બિઝનેસ ઉપરાંત તે મનીલામાં યુવાઓને કબડ્ડીની ટ્રેનિંગ પણ આપતો. મંગળવારે જ્યારે તે કામથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે જ તેની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી.

ગ્રામણીઓએ કહ્યુ કે, કેટલાક વર્ષ પહેલા ગુરપ્રીત કેનેડા ચાલ્યો ગયો હતો. જ્યારે તેની પત્ની અને દીકરો ફિલિપાઇન્સમાં રહી રહ્યા હતા. કેટલાક વર્ષોથી તે પણ ફિલિપાઇન્સમાં શિફ્ટ થઇ ગયો હતો. મોગા ગામમાં તેના માતા-પિતા અને ભાઇ રહે છે. જણાવી દઇએ કે, હજુ સુધી હુમલાખોરોની ઓળખ નથી થઇ શકી અને ના તો કારણની જાણ થઇ છે કે આખરે કબડ્ડી કોચની ગોળી મારી કેમ હત્યા કરાઇ. હાલ તો ગામવાળાની માગ પર સરકાર તરફથી કોઇ નિવેદન નથી આવ્યુ.

ઉલ્લેખનીય છે કે, 14 માર્ચ 2022ના રોજ બ્રિટેનના આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી સંદીપ સિંહ સંધૂ ઉર્ફે નંગલની જાલંધરના મલ્લિયા ખુર્દમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી, જ્યાં તે એક ટુર્નામેન્ટમાં ભાગ લઇ રહ્યા હતા. આ મામલે 9 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી.

Shah Jina