મનોરંજન

પુનિત પાઠક અને નિધિ સિંહના લગ્નમાં ભારતીસિંહનો વિડીયો મચાવી રહ્યો છે ધૂમ

કોરિયોગ્રાફર અને એક્ટર પુનિત જે પાઠકે મંગેતર નિધિ મુનિ સિંહ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ચૂયો છે.બંનેએ લોનાવાલામાં 11 ડિસેમ્બરના રોજ સાત ફેરા લીધા હતા. સોશિયલ મીડિયામાં પુનિત અને નિધિના લગ્નની તસ્વીર અને વિડીયો વાયરલ થઇ રહ્યા છે. પુનિતના લગ્ન નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં એક રિસોર્ટમાં થયા હતા. જ્યાં મહેંદી સેરેમની, મેરેજ અને રિસેપ્સનનું આયોજન થયું હતું.

લગ્નમાં પુનિત અને નિધિ પિંક આઉટફિટમાં નજરે આવ્યા હતા, નિધિ બ્લશ પિંક આઉટફિટમાં બેહદ ખુબસુરત લાગી રહી હતી. તો પુનિત પિંક શેરવાનીમાં જોવા મળ્યો હતો. તસ્વીર અને વીડિયોએ પુનિત અને નિધિનું ક્યૂટ બોન્ડીગ જોવા મળ્યું હતું. પુનિત અને નિધિના લગ્નમાં ટીવીના ઘણા સિતારાઓ હાજર રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by sankalpana (@sankalpanap)

પુનિત પાઠકના લગ્નનો એક વિડીયો હાલ બધામાં આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. જેમાં તે નિધિ સિંહ, કોમેડિયન ભારતી સિંહ તેના પતિ હર્ષ લીંબાચીયા સાથે ડાન્સ કરતો નજરે ચડે છે.

ખતરો કે ખેલાડી-9નો વિનર પુનિત પાઠકે ગર્લફ્રેન્ડ નિધિ મુનિ સિંહ સાથે ઓગસ્ટના અંતમાં સગાઈ કરી હતી. બંનેએ નજીકના મિત્રો અને પરિવારજનોની હાજરીમાં જ સગાઈ કરી હતી. સગાઈની તસ્વીર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. પુનિતે આ તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, હંમેશાની શરૂઆત માટે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

પુનિત રિયાલિટી ડાન્સ શો ડાન્સ ઇન્ડિયા ડાન્સથી લાઇમલાઇટમાં રહ્યો હતો. જેમાં તે બીજો રનરઅપ બનીને બહાર આવ્યો હતો. આ સિવાય તે ડાન્સ પલ્સ, ડાન્સ ચેમ્પિયન અને ઈન્ડિયાઝ નેક્સ્ટ સુપરસ્ટારમાં ભાગ લઇ ચુક્યો છે. પુનિતએ રેમો ડીસોઝાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ એબીસીડી અને એબીસીડી 2માં પણ કામ કર્યું છે.