મનોરંજન

આર્યન ખાનની ધરપકડ બાદ આ અભિનેતાએ શાહરુખને આડે હાથ લીધો, કહ્યું 27 વર્ષ સુધી….

બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન 2 ઓક્ટોબરે મુંબઈથી ગોવા જઈ રહેલ ક્રુઝ પર ડગ પાર્ટી દરમિયાન NCB દ્વારા પકડાયો હતો. આર્યન ખાનની જામીનની સુનાવણી 14 ઓક્ટોબરે થઇ હતી જેમાં આર્યનને જામીન મળી હતી નહિ.

આર્યન ખાન અન્ય દોષિતો સાથે હાલ જેલમાં છે. તેવામાં આર્યનના પિતા શાહરુખ ખાનની મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગી રહ્યું છે. શાહરુખ ખાનની ફિલ્મ ‘જોશ’ જે વર્ષ 2000માં રિલીઝ થઇ હતી અને શાહરુખની સાથે કામ કરનાર અભિનેતા પુનીત વશિષ્ઠે આ વખતે શાહરૂખને સીધો નિશાનો બનાવ્યો છે.

પુનીત વશિષ્ઠ થોડા દિવસો પહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ઓફિસની બહાર જોવા મળ્યા હતા. આ દરમ્યાન પુનીતે મીડિયા સાથે આર્યન ખાન વિશે ખુલીને વાત કરી હતી. પુનીત વશિષ્ઠે આ દરમ્યાન જણાવ્યું હતું કે શાહરુખ ખાને છેલ્લા 27 વર્ષથી મારો બહિષ્કાર જ કર્યો છે. હવે ભગવાન તેમનો બહિષ્કાર કરી રહ્યા છે.

પુનીત વશિષ્ઠનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પુનીત વશિષ્ઠ ગુસ્સામાં કહેતા હોય તેવું જોવા મળી રહ્યું છે. પુનીત કહે છે કે, ‘જુઓ, હું જોશ’, ‘ક્યા કહેના’ બધી ફિલ્મોમાં હતો? હું આ બધામાં શામિલ નથી થયો. તેથી શાહરુખ ખાને મારો 27 વર્ષ સુધી બહિષ્કાર કર્યો. હવે ભગવાન આ બધા લોકોનો બહિષ્કાર કરી રહ્યા છે.

પુનીત વશિષ્ઠ અવારનવાર દાવો કરે છે કે તેણે શાહરુખને અભિનય કરતા શીખવાડ્યું  હતું. તે પોતાની ખરાબ કારકિર્દી માટે સલમાન અને શાહરુખને જવાબદાર માને છે. મીડિયા રિપોર્ટ અનુસાર તાજેતરમાં પુનિતે શાહરુખ ખાનને નકામો અભિનેતા ગણાવ્યો હતો. પુનીત અવારનવાર શાહરૂખ અને સલમાન ખાન પર આક્ષેપો કરતા જોવા મળ્યા હતા. મીડિયા સાથે વાત કરતા પુનિતે કહ્યું હતું કે વિદ્યુત જામવાલ સામે શું  સલમાન ખાન, શાહરુખ ખાન, રણવીર સિંહ.

 

View this post on Instagram

 

A post shared by Bombay Times (@bombaytimes)


જોકે આ પહેલીવાર નથી કે પુનીતે શાહરૂખ પર નિશાનો સાંધ્યો હોય. મીડિયા રિપોર્ટ અનુસાર થોડા સમય પહેલા જ પુનીતે શાહરૂખ ખાનને નકામો ઠરાવ્યો હતો. પુનીત વશિષ્ઠે સુશાંત સિંહ રાજપૂત કેસ દરમ્યાન પણ કહ્યું હતું કે સલમાન ખાન, શાહરૂખ ખાન, રણવીર સિંહ જેવા કલાકારોને કારણે સુશાંતને આવું પગલું ભરવું પડ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Bombay Times (@bombaytimes)