ખબર

કોરોનથી બચવા સોનાનું માસ્ક બનાવી સોશિયલ મીડિયા ઉપર છવાઈ ગયો આ વ્યક્તિ

કોરોના વાયરસની મહામારીના કારણે માસ્ક હવે આપણા જીવનનો એક ભાગ બની ગયું છે, ઘરની બહાર નીકળતા જ બીજું બધું ભુલાઈ જાય તો ચાલે પણ માસ્ક તો જોઈએ જ. અને હવે તો બજારમાં અલગ અલગ પ્રકારના માસ્ક ઉપલબ્ધ થઇ ગયા છે. પરંતુ આ બધા વચ્ચે સોશિયલ મીડિયામાં એક માસ્ક ખુબ જ ચર્ચાનો વિષય બન્યું છે.

Image Source

એક વ્યક્તિએ કોઈ જેવું તેવું કે કપડાંનું નહિ પરંતુ કોરોનથી બચવા માટે સોનાનું માસ્ક બનાવી લીધું અને એ પહેર્યા બાદ તેનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થવા લાગી ગયો છે.

Image Source

પુણેની પાયે રહેવા વાળા એક વ્યક્તિએ કોરોનથી બચવા માટે સોનાનું માસ્ક બનાવ્યું જેની કિંમત 2.89 લાખ રૂપિયા સુધીની જાણવા મળી રહી છે. આ વ્યક્તિને ગોલ્ડમેન નામે પણ ઓળખવામાં આવે છે. રિપોર્ટ પ્રમાણે આ દુનિયાનું સૌથી મોંઘુ માસ્ક છે.

Image Source

પીપમપરી ચિંચવાડામાં રહેવાવાળા આ વ્યક્તિનું નામ શંકર કુરહાડે છે જે સોનાના ખુબ જ શોખીન છે, તમેન હાથ અને ગાળામાં સોનાની મોટી ચેન અને વીંટીઓ પણ જોવા મળે છે. તે લગભગ ત્રણ કિલો જેટલું સોનુ પહેરે છે. સોના પ્રત્યેના પાગલપનને કારણે જ તેમને સોનાનું માસ્ક બનાવડાવ્યું છે.

આ બાબતે શંકરે કહ્યું કે: “સામાન્ય માસ્કની જેમ ભલે આ કોરોના વાયરસથી નથી બચાવી શકતું, પરંતુ તેમાં નાના નાના કાણાઓ છે જેના કારણે શ્વાસ લેવામાં સરળતા રહે છે.” હૈદરાબાદના એક સોનાનાં વહેપારીએ ગોલ્ડન માસ્ક વેચવાની શરૂઆત કરી છે જેની કિંમત લાખો રૂપિયામાં છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.