ફટાકડા ફોડી રહેલા યુવકને પુરપાટ ઝડપે આવતી કારે ટક્કર મારી, યુવકનું ઘટનાસ્થળ પર મોત; જુઓ વીડિયો

મહારાષ્ટ્રના પુણેમાં ફરી એકવાર રફ્તારનો કહેર સામે આવ્યો છે. દિવાળીની રાત્રે ફટાકડા ફોડી રહેલા યુવકને પુરપાટ ઝડપે આવતી કારે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહારાષ્ટ્રના પુણેમાં પોર્શેના અકસ્માત બાદ ફરી એક રફ્તારનો કહેર સામે આવ્યો છે. જેમાં, રસ્તા પર ફટાકડા ફોડી રહેલા 35 વર્ષીય યુવકને પુરપાટ ઝડપે આવતી કારે ટક્કર મારી હતી. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ સોહમ પટેલ તરીકે થઈ છે. પટેલ દિવાળીની રાત્રે પરિવારના અન્ય સભ્યોની હાજરીમાં રસ્તા પર ફટાકડા ફોડી રહ્યા હતા. ત્યારે અચાનક એક કાર પુરપાટ ઝડપે આવે છે અને યુવકને ટક્કર મારે છે.

દિવાળીની રાત્રે બનેલી આ હિટ એન્ડ રનની ઘટના CCTVમાં કેદ થઈ છે. સીસીટીવીમાં કારની સ્પીડ ઘણી વધારે હોવાનું સામે આવ્યું હતું. આંખના પલકારામાં કાર અથડાય છે અને દૂર ભાગી જાય છે. સોહમને ટક્કર માર્યા બાદ કાર ઉભી ન હતી. કારચાલક ફરાર થઈ ગયો હતો. કાર ચાલકને શોધવા માટે પોલીસ સીસીટીવી કેમેરાની મદદથી તપાસ કરી રહી છે.

પોર્શ અકસ્માતની યાદો ફરી તાજી થઈ
પૂણેમાં તાજેતરમાં એક હાઇ-પ્રોફાઇલ હિટ-એન્ડ-રન કેસ જોવા મળ્યો હતો. જેમાં એક કિશોર પોર્શ કાર ચલાવી રહ્યો હતો. આ કેસ સૌથી વધુ વિવાદાસ્પદ બન્યો છે કારણ કે, તે કિશોર દ્વારા કરાયેલા ગુનાને છુપાવવામાં ડોકટરો અને માતાપિતા સહિત ઘણા લોકોની કથિત સંડોવણી હતી. આ મુદ્દાએ ઘણું ધ્યાન ખેંચ્યું હતું.

Twinkle