પોલીસે આ વ્યક્તિનો ફાડ્યો ખોટી રીતે 200 રૂપિયાનો મેમો, તો વેપારીએ ખર્ચી નાખ્યા 10 હજાર રૂપિયા, જાણો પછી શું થયું

માનસિક રીતે હેરાનગતી થતા આ વેપારીએ પોલીસને બરોબરનો પાઠ ભણાવ્યો, આવા મેમા ફાડતા પોલીસ સાથે શું થવું જોઈએ?

ભારતમાં હાલના સમયમાં ટ્રાફિકના નિયમોને ખુબ જ કડકાઈથી પાલન કરવામાં આવે છે, જેના માટે નિયમ તોડનારા ઉપર દંડ પણ ફટકારવામાં આવે છે. તો ઘણી જગ્યાએ પોલીસ દ્વારા ખોટી રીતે પણ દંડ વસુલવામાં આવતો હોય છે. ઘણા લોકો તેનો શિકાર પણ બને છે, પરંતુ આવા લોકો માટે પુણેના એક વેપારીએ મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Image Source

પુણેના એક વેપારી બિનોય ગોપાલન જાન્યુઆરી 2021માં પીમ્પરી-ચિંચવડ ટ્રાફિક પોલીસ દ્વારા ખોટી રીતે 200 રૂપિયાનું ચલણ કાપવામાં આવ્યું. તે વેપારીનું વાહન ચાલાક અધિકૃત પાર્કિંગ ક્ષેત્રમાં હતું જયારે પોલીસે તેનું ચલણ કાપ્યું. આ જગ્યા ઉપર અન્ય વાહનોનો પણ મેમો ફાડવામાં આવ્યો હતો અને લોકોએ દંડ પણ ભરી દીધો. પરંતુ બિનોય દ્વારા કેસ કરવામાં આવ્યો અને 10 હજારનો ખર્ચ પણ કરી દીધો હતો.

આ ઘટનામાં બન્યું એવું કે 45 વર્ષીય બોનોય ગોપાલન 29 જાન્યુઆરીના રોજ ખલવાડી રોડ ઉપર બેંક ઓફ બરોડા, પીમ્પરી બ્રાન્ચમાં ગયા હતા. બિનોયે પોતાની બાઈક બેંકની બહાર નક્કી કરેલા પાર્કિંગ સ્થળમાં પાર્ક કરી હતી. ત્યારે જ તેને અચાનક જોયું કે ઘણા ટ્રાફિક પોલીસ કર્મીઓ વાહન પાર્કિંગ સ્થળ ઉપર જમણી બકુથી બાઈક ઉઠાવી રહ્યા હતા અને ઓનલાઇન ચલણનો દંડ પણ વસૂલી રહ્યા હતા. બિનોયે એ પણ જોયું કે પાર્કિંગ સાઈનેજની ડાબી બાજુનું તિર ગાયબ હતું અને તેને અનુભવ્યું કે કોઈ બદમાશ દ્વારા તેને હટાવી લેવામાં આવ્યું છે.

Image Source

બિનોયે પોલીસને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આ તેની ભૂલ નથી અને કોઈએ આ સાઈનેજની તિર કાઢી લીધું છે. જોકે, પોલીસ દ્વારા વિશ્વાસ ના કરવામાં આવ્યો અને તેનું પણ ચલણ ફાડવામાં આવ્યું. ઘટના સ્થળ ઉપર હાજર રહેલા અધિકારીઓએ જણાવ્યું કે તે એ વસ્તુઓના આધાર ઉપર કામ કરી રહ્યા છે જે તેમને દેખાય છે.

બિનોયને લાગ્યું કે પોલીસ તેને દબાવી રહી છે તે ખુબ જ દુઃખી અનુભવી રહ્યો હતો. તેને આ મુદ્દાને ઉચ્ચ અધિકારી સામે પણ ઉઠાવ્યો. તેમને ઉપદ્રવીઓ દ્વારા બર્બરતાનું પ્રમાણ પણ રજૂ કર્યું. અધિકારીઓ શરૂઆતમાં તેના તર્કને સ્વીકાર્યો અને કહ્યું કે તેમના રેકોર્ડ પ્રમાણે આ સ્થળ પાર્કિંગ માટે અધિકૃત છે. પરંતુ તેમને ચલણ રદ્દ કરવાથી ઇન્કાર કરી દીધો અને કહ્યું કે આ એક થાક વાળું કામ છે. પોલીસ દ્વારા એ કહીને 200 રૂપિયા આપવાની ના પડી દીધી કે તીરના ચિન્હએ તેમને ભ્રમિત કરી દીધું હતું.

આ પ્રતિક્રિયાથી નાખુશ થયેલા બિનોયે જણાવ્યું કે “મેં આ બાબતે મુખ્યાલયના ઘણા ચક્કર કાપ્યા સાથે બે મહિના માટે લગભગ 10000 રૂપિયા પણ ખર્ચી નાખ્યા. પોલીસના આ આકસ્મિક દૃષ્ટિકોણે મને આહત કર્યો. હું યોગ્ય સમાધાન ઈચ્છું છું. અંતે શુક્રવારના રોજ તે મારા દાવા ઉપર સહમત થયા અને ઓનલાઇન ચલણ રદ્દ કરી દીધું. હવે ભ્રમિત કરવા વાળા લોકોને પણ હટાવી દેવામાં આવ્યા છે અને આખા ક્ષેત્રને પાર્કિંગ ક્ષેત્ર જાહેર કરી દેવામાં આવ્યું છે.”

Niraj Patel