‘ડ્રાઇવર મને કિડનેપ કરી રહ્યો છે’ બસમાં જ અચાનક જોરજોરથી બૂમો પાડવા લાગ્યો આ વ્યક્તિ, વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઇના કોઇ વીડિયો વાયરલ થતા રહે છે. ઘણીવાર કોઇ વીડિયો ફની હોય છે, તો ઘણીવાર માથુ ચકરાઇ નાખે તેવો હોય છે. બસ પ્રવાસના ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, પરંતુ તાજેતરમાં મહારાષ્ટ્રના પુણેનો એક એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પેસેન્જર અચાનક ઉભો થઈને બૂમો પાડવા લાગે છે કે બચાવો, મારું અપહરણ થઈ ગયું છે. તેનો અવાજ સાંભળીને તેને રસ્તામાં બધા જોવા લાગે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બધું ત્યારે થયું જ્યારે એક મુસાફરે સ્ટોપ પહેલા બસને અધવચ્ચે રોકવા કહ્યું, પરંતુ કંડક્ટરે કહ્યું કે બસ થોડે આગળ સ્ટોપ પર ઉભી રહેશે. આ પછી પેસેન્જરનો પારો ગરમ થઈ ગયો અને તેણે એવો હંગામો મચાવ્યો કે અન્ય મુસાફરોએ તેને સમજાવવો પડ્યો. બન્યું એવું કે જ્યારે બસ ન ઉભી રહી તો તેણે બૂમો પાડવાનું શરૂ કર્યું. બસ ચિંચવડથી બાલેવાડી જઈ રહી હતી.

જ્યારે બસ અધવચ્ચે ઉભી ન હતી ત્યારે તે વ્યક્તિએ દરવાજો ખોલવાનું કહ્યું હતું. ડ્રાઈવરે કહ્યું કે બસ આગળના સ્ટોપ પર ઉભી રહેશે. આના પર બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ અને મામલો મારામારી સુધી પહોંચ્યો. આ પછી મુસાફર બૂમો પાડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે મને બચાવો. ડ્રાઈવર મારું અપહરણ કરી રહ્યો છે. મુસાફરે એમ પણ કહ્યું કે બસના લોકો મને બસમાંથી ઉતરવા દેતા નથી. તે આ બધું ખૂબ જ ઊંચા અવાજમાં કહી રહ્યો હતો.

દરવાજો ન ખોલવા પર વ્યક્તિએ અપહરણનું નાટક શરૂ કર્યું. આ પછી બસના અન્ય મુસાફરોએ તેને સમજાવવાનું શરૂ કર્યું, તો પણ તે રાજી ન થયો અને બૂમો પાડતો રહ્યો. આખરે બસ સ્ટોપ પર જ ઉભી રહી. જણાવી દઇએ કે, આ વીડિયો 15 ઓક્ટોબરે ટ્વિટર હેન્ડલ @satyamjoshi99 દ્વારા શેર કરવામાં આવ્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું- બધા મિમર્સ કૃપા કરીને નોંધ લે. ભાઈનો આત્મવિશ્વાસ જુઓ. હવે આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. જો કે, આ વીડિયો સાચો છે કે સ્ક્રીપ્ટેડ તેની પુષ્ટિ ગુજ્જુરોક્સ કરતુ નથી.

Shah Jina