ખબર

અહીંયા 7 દિવસનું આંશિક લોકડાઉન લાગ્યું, ગુજરાતીઓ જલ્દી વાંચો, લોકડાઉનમાં શું શું બંધ રહેશે?

કોરોનાનું સંક્રમણ દુનિયાભરમાં વધી રહ્યું છે ત્યારે આ બધા વચ્ચે ભારત સમેત ઘણા દેશના અલગ અલગ સ્થળો ઉપર લોકડાઉન પણ લગાવવામાં આવ્યું છે તો ભારતમાં ઘણા સ્થળોએ નાઈટ કર્ફયુ પણ લાદી દેવામાં આવ્યો છે ત્યારે હાલ બીજા એક મોટા શહેરમાં પણ લોકડાઉનને લઈને સમાચાર આવી રહ્યા છે.

(પ્રતીકાત્મક તસવીર)

મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા મામલાને જોતા પુણેમાં સાત દિવસનું આંશિક લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. આ લોકડાઉનને લઈને ગાઈડ લાઈન પણ રજૂ કરવામાં આવી છે. જરૂરી સેવાઓને લોકડાઉનની બહાર રાખવામાં આવી છે.

(પ્રતીકાત્મક તસવીર)

સરકારના આદેશ પ્રમાણે બાર, હોટલ, રેસ્ટોરન્ટ છેલ્લા સાત દિવસ સુધી બંધ રહેશે. જોકે, હોમ ડીલીવરીની સુવિધાઓમાં છૂટ આપવામાં આવી છે. ગાઈડ લાઈન પ્રમાણે લગ્ન અને અંતિમ સંસ્કારને છોડીને બધા જ કાર્યક્રમો ઉપર રોક લગાવામાં આવી છે.

(પ્રતીકાત્મક તસવીર)

ગાઇડલાઇન પ્રમાણે લગ્નોમાં 50 લોકો અને અંતિમ સંસ્કારમાં 50 લોકો જોડાઈ શકશે. સરકારનો આ આદેશ કાલથી લાગુ કરવામાં આવશે. આ વાતની જાણકારી પુણે ડિવિઝનલ કમિશ્નર દ્વારા આપવામાં આવી છે.