નવરાત્રીમાં ભયાનક સમાચાર: 21 વર્ષિય યુવતિ સાથે ગેંગરેપ, ક્રાઇમ-ડિટેક્ટિવ બ્રાંચની 10 ટીમો તપાસમાં જોડાઇ- જાણો સમગ્ર વિગત

મહારાષ્ટ્રના પર્યટન શહેરોમાંથી એક એવા પુણેમાં મિત્ર સાથે ફરવા ગયેલી યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટનાએ સરકાર અને વહીવટીતંત્રને હચમચાવી નાખ્યું છે. પોલીસે આરોપીઓના સ્કેચ જાહેર કર્યા છે અને સામાન્ય જનતાને અપીલ કરી છે કે જો આ શંકાસ્પદ લોકો ક્યાંય દેખાય તો તરત જ પોલીસને જાણ કરે. બીજી તરફ, 21 વર્ષની બાળકી પર ગેંગરેપની ઘટના બાદ એક્શનમાં આવેલી પુણે પોલીસે આરોપીઓને પકડવા માટે અનેક ટીમો બનાવી છે. પોલીસે જણાવ્યું કે પીડિતા ગુરુવારે રાત્રે 11:30 વાગ્યે મિત્ર સાથે પહાડીની ટોચ પર ગઈ હતી. એટલામાં જ 3 લોકો ત્યાં આવ્યા. આરોપીઓએ બંનેને છરી બતાવીને ધમકાવવાનું શરૂ કર્યું.

આ પછી બંનેને પહાડીની ટોચ પરથી નીચે ઉતારીને પર્વતની નીચેના ભાગમાં લઈ જવામાં આવ્યા હતા. ટેકરી પરથી નીચે ઉતાર્યા બાદ આરોપીએ છોકરાને તેના જ શર્ટ અને બેલ્ટથી બાંધી દીધો હતો. તેના હાથ-પગ બાંધવાની સાથે તેણે તેના મોઢામાં કપડું પણ દબાવી દીધુ જેથી તે કોઈ અવાજ ન કરી શકે. પોલીસે વધુમાં જણાવ્યું કે, છોકરાને કાબૂમાં લીધા બાદ આરોપીઓએ યુવતી પર સામુહિક દુષ્કર્મ ગુજાર્યુ. પહાડીની ટોચ પર મોબાઈલ નેટવર્કના અભાવને કારણે પીડિતા કોઈની પણ તાત્કાલિક મદદ લઈ ના શકી. પોલીસને સવારે 5 વાગ્યે આ ઘટનાની જાણ કરવામાં આવી.

પ્રાપ્ત માહિતી મુજબ, જ્યાં ગેંગરેપની ઘટના બની હતી ત્યાંથી માત્ર 100 મીટર દૂર એક પોલીસ ચેક પોસ્ટ હતી. જો કે, પોલીસને આ ઘટના અંગે કોઈ સુરાગ મળ્યો ન હતો. આ કેસમાં ત્રણેય આરોપીઓના સ્કેચ બહાર પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલાક લોકોની પૂછપરછ પણ કરવામાં આવી છે. પોલીસે શુક્રવારે સાંજે મહારાષ્ટ્રના પુણેમાં 21 વર્ષીય યુવતી પર સામૂહિક બળાત્કારના કેસમાં બે શંકાસ્પદ આરોપીઓના સ્કેચ જાહેર કર્યા હતા.

પુણેના જોઈન્ટ પોલીસ કમિશનરે જણાવ્યું કે આરોપીની શોધ હજુ ચાલુ છે. ક્રાઈમ બ્રાન્ચ અને ડિટેક્ટિવ બ્રાન્ચની 10 ટીમો તેમને શોધવા માટે લાગેલી છે. પુણેમાં 21 વર્ષિય યુવતિ સાથે ગેંગ રેપની ઘટના બની. કોંડવા પોલીસ સ્ટેશન અનુસાર આ ઘટના 3 ઓક્ટોબરની રાત્રે બોપદેવ ઘાટ વિસ્તારમાં બની હતી. પીડિતા મિત્ર સાથે ઘાટ પર ગઈ હતી, જ્યાં રાત્રે લગભગ 11 વાગ્યે ત્રણ શખ્સોએ તેના પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યુ. જોકે આ ઘટનાની જાણ શુક્રવારે સવારે 5 વાગ્યે પોલીસને થઈ હતી.

આ કેસમાં શંકાસ્પદ રાજેખાન કરીમ પઠાણની ધરપકડ કરવામાં આવી છે, જેની પૂછપરછ કરવામાં આવી રહી છે. બાકીના 2 આરોપીઓની શોધખોળ ચાલુ છે. આ ઘાટના પર એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું કે, પુણેમાં શું ચાલી રહ્યું છે ? બોપદેવ ઘાટમાં એક બાળકી પર સામૂહિક બળાત્કારની ઘટના સામે આવી છે. પુણે અને સમગ્ર રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધ હિંસાની ઘટનાઓ સતત વધી રહી છે. આ ઘટનાઓને રોકવા માટે ગૃહ વિભાગ કંઈ જ કરતું હોય તેમ લાગતું નથી. કમનસીબે કહેવું પડશે કે મહારાષ્ટ્ર મહિલાઓ માટે સુરક્ષિત નથી. સરકારે આ ઘટનાના આરોપીઓની ધરપકડ કરી તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.

Shah Jina