પંચરની દુકાન પર વાત કરતા કરતા અચાનક જ જમીનમાં સમાઇ ગયા 5 યુવક, વીડિયો થયો વાયરલ

ભયાનક નજારો: 3 સેકન્ડમાં જ…. જોતજોતામાં જ 5 યુવક અંદર સમાઇ ગયા, નજારો જોઇ સહમી ગયા લોકો

કલ્પના કરો કે તમે જે જગ્યાએ ઉભા છો અને તે જ જમીન તૂટી જાય એટલે કે ધસી પડે તો શું થશે ? આવું જ કંઈક હાલમાં જોવા મળ્યું છે. જ્યાં એક દુકાન પાસે 5 યુવકો ઉભા રહી વાતો કરી રહ્યા હતા અને આ દરમિયાન તેમની નીચેની જમીન ધસી ગઈ હતી. તે ખાડામાં પાંચેય યુવકો દટાયા હતા.

આટલું જ નહીં તેમની પાસે પાર્ક કરેલી એક બાઇક પણ તેમના પર પડી. આ આખી ઘટના ત્રણ સેકન્ડમાં બની હતી. આ આશ્ચર્યજનક વીડિયો અને તસવીરો રાજસ્થાનના જેસલમેરના રેલ્વે સ્ટેશનથી આગળ બાબા બાવડીનું છે. જ્યાં શ્રવણ ચૌધરી નામના યુવકની પંચરની દુકાન આવેલી છે. તેની દુકાનની સામેથી એક ગટર પસાર થાય છે, જે પથ્થરના સ્લેબથી ઢંકાયેલી છે.

આ દરમિયાન પાંચ યુવકો કારને પંચર કરાવવા દુકાને પહોંચ્યા હતા. તેઓ બધા ગટર ઉપર ઉભા રહીને વાતો કરી રહ્યા હતા. પછી વાત કરતી વખતે અચાનક જ જમીન ધસી પડી અને પાંચેય જણ તેમાં પડ્યા. સદનસીબે ગટર સુકાઈ ગઈ હતી, તેથી નાની-મોટી ઈજાઓ જ થઈ હતી. યુવકે જાતે જ નાળામાંથી બહાર આવીને બાઇક બહાર કાઢી હતી. આ સમગ્ર મામલે દુકાન માલિકે જણાવ્યું કે, જમીન ધસી પડતાં જ એવું લાગ્યું કે જાણે ભૂકંપ આવ્યો હોય.

માત્ર ત્રણ સેકન્ડમાં જ પાંચ યુવકો તેમાં પડી ગયા હતા. સદનસીબે ગટર સુકાઈ ગઈ હતી, અન્યથા કોઈનું મોત થઈ શક્યું હોત. યુવકે જણાવ્યું કે આ ગટર ત્રણ ફૂટ ઊંડી છે. પરંતુ તેમાં પાણી ન હતું, નહીંતર મોટી દુર્ઘટના થાત. અકસ્માત બાદ રાહદારીઓની મદદથી પાંચેયને બચાવી લેવાયા હતા. તેમને સામાન્ય ઈજાઓ થઈ છે.

જેસલમેરના બાબા બાવડીમાં મુખ્ય માર્ગ પર શ્રવણ ચૌધરીની ટાયર પંચરની આ શોપ છે. શોપની બહારથી જ જૂની વરસાદી ગટર પસાર થાય છે. ગટર ઉપરથી પથ્થરના સ્લેબથી ઢંકાયેલી છે. હાલ ગટર સુકાઈ ગઈ છે. ત્યારે અચાનક જ ગટર ઉપરનો પટ્ટો તૂટી ગયો હતો. થોડી જ વારમાં બાઇક સહિત પાંચેય યુવકો નાળામાં પડી ગયા હતા. સદનસીબે ગટર સુકાઈ ગઈ હતી, તેથી નાની-મોટી ઈજાઓ જ થઈ હતી. યુવકે જાતે જ નાળામાંથી બહાર આવીને બાઇક બહાર કાઢી હતી.

આ સમયે બોલેરો પર બે યુવક તેની કારનું પંક્ચર રિપેર કરાવવા આવ્યા હતા. આ યુવક બેસીને પંચર કરતા હતા. બાકીના 4 લોકો ઊભા-ઊભા વાતો કરતા હતા. આ સમયે નાળા પર એક બાઈક, ટાયર અને અન્ય સાધનો પડ્યાં હતાં. ત્યારે અચાનક જ નાળા પરનું ઢાંકણું તૂટી જતાં પાંચ યુવકો બાઈક સહિત નાળામાં પડ્યા હતા. જોકે નાળું સૂકું હતું, એટલે તેમને માઇનોર ઈજા થઈ હતી અને યુવક પોતે જ નાળામાંથી બહાર આવ્યો અને પછી બાઈકને બહાર કાઢ્યું હતું.

તેમણે જણાવ્યું કે ગટરમાં આવા અનેક અકસ્માતો થયા છે. પશુઓ ગટરમાં પડી જાય છે. આ દરમિયાનનો વીડિયો પણ સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જે પણ તેને પહેલીવાર જુએ છે તે આશ્ચર્યચકિત થઈ જાય છે.

Shah Jina