ખબર

પુલવામા જેવો હુમલો નાકામ, સેનાએ ઉડાવ્યા આતંકીઓની કારના ફુરચા

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓનું આઈઈડી દ્વારા સૈનિકો પર હુમલો કરવાની કાવતરું સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યું છે. અહીં પુલવામા નજીક સેન્ટ્રો કારમાં આઈઇડી (ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) લગાવવામાં આવ્યો હતો, જેની સમયસર જાણકારી મળી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્કોડે આ બોમ્બને સમયસર ડિફ્યુઝ કર્યો હતો. હવે એનઆઈએ આ મામલાની તપાસ કરશે.

આ ઘટના વિશેની માહિતી એનએસએ અજિત ડોભાલે વડાપ્રધાન મોદીને પહોંચાડી હતી. પુલવામા પોલીસ, સીઆરપીએફ અને આર્મીએ સાથે મળીને કાર્યવાહી કરતાં આ વાહનની ઓળખ કરી હતી અને તેમાં આઈઈડી શોધી કાઢ્યું હતું. ત્યારબાદ બોમ્બ ડિસ્પોઝલ સ્કોડે આ બ્લાસ્ટને ટાળી દીધો હતો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે એક આતંકવાદી આ કાર ચલાવતો હતો, જે શરૂઆતના ફાયરિંગ બાદ જ ભાગી ગયો હતો. આતંકી અંધારામાં ભાગી ગયો હતો. પુલવામાના રાજપુરા રોડ નજીક શાદીપુરા પાસે વાહન ઝડપાયું હતું. સફેદ સેન્ટ્રો કારમાં ટુ વ્હીલરની નંબર પ્લેટ હતી, જે કઠુઆની રજીસ્ટર્ડ હતી. જમ્મુ-કાશ્મીર પોલીસે તેને ટ્રેક કરી ત્યારબાદ બોમ્બ શોધવામાં આવ્યો. બોમ્બ ડિસ્પોઝલ યુનિટને બોલાવતા પહેલા આસપાસનો વિસ્તાર ખાલી કરી દેવાયો હતો.

કારમાં વિસ્ફોટકો મળવા પાછળ કોઈ પાકિસ્તાની સંગઠન હોવાની શંકા જતાવવામાં આવી રહી છે. જણાવી દઈએ કે ગયા વર્ષે પુલવામામાં આવા જ એક આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થઇ ગયા હતા. આ પછી આ હુમલાનો બદલો લેવા ભારતીય વાયુસેનાએ બાળકોટમાં હવાઈ હુમલો કરીને આતંકી સંગઠન જૈશના ઠેકાણાઓને ઉડાડી દીધા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.