મનોરંજન

જયારે પતિએ પત્નીના બેબી બંપ પર કરી કિસ, જોવા લાયક હતો ‘દેવો કે દેવ…’ની પાર્વતીનો ચહેરો

જાણીતો ટીવી શો ‘દેવો કે દેવ મહાદેવ’માં પાર્વતીનો રોલ નિભાવનારી પૂજા બનર્જી આજકાલ તેના પ્રેગનેન્સીના પિરિયડનો આનંદ માણી રહી છે. ટીવી એક્ટર પૂજા બનર્જી અને કૃણાલ વર્મા જલ્દી જ માતા-પિતા બનશે. બેબીના વેલકમની બધી જ તૈયારી પૂર્ણ થઇ ચુકી છે. હાલમાં જ પૂજાએ બેબી બંપ ફ્લોન્ટ કરતું ફોટોશૂટ કરાવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Puja Banerjee (@banerjeepuja) on

પતિ કૃણાલ વર્મા આ દરમિયાન બેબી બંપ પર કિસ કરતો નજરે આવ્યો હતો. તો અન્ય એક તસ્વીરમાં બંને એક સાથે વર્કઆઉટ કરતા નજરે ચડે છે. થોડા દિવસ પહેલા પૂજાએ બેબી શાવરની તસ્વીર શેર કરી હતી. જેમાં તે પહેલા અને અત્યારે સેમ ડ્રેસ પહેરેલી જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Puja Banerjee (@banerjeepuja) on

એક મીડિયા સાથેની વાતચીત દરમિયાન પૂજાએ કહ્યું હતું કે, જિંદગી રોજ બદલી રહી છે. અમે બંને એ દિવસની રાહ જોઈ રહ્યા છીએ જયારે અમારું બેબી આ દુનિયામાં આવશે. હું માનસિક રીતે જર્નીને નિહાળવા માટે તૈયાર છું. હું માતા બનવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છું.

 

View this post on Instagram

 

A post shared by Puja Banerjee (@banerjeepuja) on

કોરોનાના કારણે બંને વધુમાં વધુ સમય ઘર પર જ વિતાવી રહ્યા છે. બંને ઘરમાં જ વર્કઆઉટ કરતા નજરે ચડે છે. જણાવી દઈએ કે, પૂજા અને કૃણાલે માર્ચ મહિનામાં કોર્ટ મેરેજ કરી લીધા હતા. આ જાણકારી પૂજાએ ઇન્સ્ટાગ્રામ દ્વારા ફેન્સને આપી હતી. આ બાદ 15 એપ્રિલે બંને પારંપરિક રીત-રિવાજ સાથે લગ્ન કરવાના હતા પરંતુ કોરોનાના કારણે આ થઇ શક્યું ના હતું.

 

View this post on Instagram

 

A post shared by Puja Banerjee (@banerjeepuja) on

પહેલા બાળકને લઈને એક ઇન્ટરવ્યૂમાં વાતચીત કરતા પૂજાએ જણાવ્યું હતું કે, કૃણાલ અને હું આ સંબંધને એક ખુબસુરત ફેઝમાં લઇ જવા માટે ઉતાવળા છે. હું બેહદ ખુશ છું અને મારો પર્સનલ ટાઈમ એન્જોય કરી રહી છું. ત્યાં સુધી કે,એપ્રિલથી લઈને આજ દિવસ સુધી હું ઘરેથી બહાર નીકળી નથી.

 

View this post on Instagram

 

A post shared by Puja Banerjee (@banerjeepuja) on

પૂજાએ પારંપરિક લગ્નને લઈને કહ્યું હતું કે, લગ્નને લઈને અમે ઘણા સપના જોયા હતા અને આ બધું પહેલાથી પ્લાન કરી રાખ્યું હતું પરંતુ કોરોનાએ બધું બગાડી દીધું હતું. પૂજાએ વધુમાં કહ્યું હતું કે, જયારે અમારું બાળક આ દુનિયામાં આવશે ત્યારે હું પારંપરિક રીતે કૃણાલ સાથે ફેરા ફરવા માંગુ છું.

 

View this post on Instagram

 

A post shared by Puja Banerjee (@banerjeepuja) on

પૂજા અને કૃણાલની પહેલી મુલાકાત ટીવી સિરિયલ ‘તુજ સંગ પ્રીત લગાઈ સજના’ના સેટ પર થઇ હતી. પૂજા અને કૃણાલે એકબીજાને લાંબા સમય સુધી ડેટ કર્યું હતું વચ્ચે બંને અલગ પણ થઇ ગયા હતા. આ બાદ ફરી એ વાતનો અહેસાસ થયો કે બંને એકબીજા વગર નહીં રહી શકે ત્યારે બંનેએ જલ્દી જ પેચઅપ કરી લીધું હતું.

 

View this post on Instagram

 

A post shared by Puja Banerjee (@banerjeepuja) on

2017માં બંનેની ધામધૂમપૂર્વક રોકા સેરેમની થઇ હતી. આ દરમિયાન ટીવી ઇન્ડસ્ટ્રીઝથી જોડાયેલી ઘણી હસ્તીઓ પહોંચી હતી.

 

View this post on Instagram

 

A post shared by Puja Banerjee (@banerjeepuja) on

જાણીતો શો ‘દેવો કે દેવ મહાદેવ’માં પાર્વતીનો રોલ નિભાવીને ફેમસ થયેલી પૂજાએ 2008માં ટીવી શો ‘કહાની હમારે મહાભારત કી’ થી કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ તેની અસલી પહેચાન તો તે વર્ષ શરૂ થયેલી સિરિયલ ‘તુજ સંગ પ્રીત લગાઈ સજના’ થી મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Puja Banerjee (@banerjeepuja) on

ફિલ્મોની વાત કરવામાં આવે તો પૂજાએ હિન્દીમાં ‘રાજધાની એક્સપ્રેસ, અને ‘ગ્રેટ ગ્રેન્ડ મસ્તી’ સાથે-સાથે તેલુગુ, બંગાળી અને નેપાળી ઈન્ડસ્ટ્રીઝમાં કામ કર્યું છે. 2019માં આવેલી ફિલ્મ 3 દેવમાં એક આઈટમ નંબર કર્યું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.