દીકરાને જન્મ આપ્યાના એક વર્ષ બાદ આ અભિનેત્રીએ કર્યા લગ્ન, પિતા સાથે દીકરો પણ ચઢ્યો ઘોડી

આ સૌથી ફેમસ સેલિબ્રિટીના લગ્નમાં એનો દીકરો પણ શામેલ થયો, જુઓ PHOTOS

લગ્ન કોઇના પણ જીવનનો એક મહત્વપૂર્ણ નિર્ણય હોય છે. એવામાં બધા તેને યાદગાર બનાવવા ઇચ્છતા હોય છે. મનોરંજન જગતમાં થનાર અભિનેતા અને અભિનેત્રીઓના લગ્ન ઘણા વર્ષો સુધી લોકોને યાદ રહેતા હોય છે.  પરંતુ છેલ્લા વર્ષે કોરોના મહામારીના કારણે કેટલાક સ્ટાર્સે ઘણી સાધારણ રીતે લગ્ન કર્યા અને આવી જ એક અભિનેત્રી છે જય માં વૈષ્ણોદેવી અને દેવો કે દેવ મહાદેવમાં નજર આવી ચૂકેલી પૂજા બેનર્જી.

વર્ષ 2020માં કોરોના મહામારીને કારણે ઘણા સ્ટાર્સ ધામધૂમથી લગ્ન કરી શક્યા ન હતા. પૂજા અને કુણાલ વર્મા પણ ગયા વર્ષે એપ્રિલમાં ધામધૂમથી લગ્ન કરવા જઈ રહ્યા હતા, પરંતુ કોરોના મહામારીને કારણે તેઓએ તેમના તમામ પ્લાન કેન્સલ કરવા પડ્યા હતા અને બંનેએ સામાન્ય રીતે કોર્ટ મેરેજ કર્યા હતા.

વર્ષ 2020માં જ પૂજા બેનર્જીએ દીકરાને જન્મ આપ્યો હતો. જો કે, હવે કોવિડનો પ્રકોપ થોડો ઓછો થઇ ગયા પછી અને ઘણુ બધુ સામાન્ય થઈ ગયા પછી, પૂજા બેનર્જીએ ફરી એકવાર ધામધૂમથી લગ્ન કર્યા. પૂજા અને કુણાલે ગોવાના એગ્જોટિક લોકેશનમાં બીજીવાર લગ્ન કર્યા છે. લગ્ન બાદ બંનેએ પિંક આઉટફિટમાં પોતાની ખૂબસુરત તસવીર શેર કરી છે.

ગોવામાં તેમના બીજીવાર થયેલ લગ્નમાં બેંડ બાજા સાથે લગ્નની બધી રસ્મો અદા કરવામાં આવી. લાઇટ પિંક સાડીમાં પૂજા બેનર્જી અને મેચિંગ કુર્તામાં કુણાલ વર્માની જોડી પરફેક્ટ લાગી રહી હતી. પૂજાએ તસવીર શેર કરી કેપ્શનમાં લખ્યુ- Newly Married Again. સાથે જ તેણે કુણાલને ટેગ કરી પતિદેવ પણ લખ્યુ હતુ. ત્યાં જ કુણાલે લખ્યુ- બની ગઇ મારી રાણી.

પૂજા અને કુણાલના આ લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતા. અભિનેત્રીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લગ્નનો વીડિયો શેર કર્યો છે, જેમાં કુણાલ તેની દુલ્હનને લેવા ઘોડા પર આવ્યો હતો. પૂજા પણ ડોલીમાં બેસીને નીકળી ગઈ. લગ્ન પહેલા તેઓએ મહેંદી, હલ્દી અને કોકટેલ પાર્ટી પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, પૂજા બેનર્જી અને કુણાલ વર્મા માર્ચ 2020 માં લગ્ન કરવા જઈ રહ્યા હતા, પરંતુ કોરોનાની મહામારીએ તેમનો પ્લાન બરબાદ કરી દીધો. એપ્રિલમાં પૂજાએ સિંદૂર ખેલાનો એક થ્રોબેક ફોટો શેર કર્યો હતો અને કહ્યું હતું કે તેણે તેના લગ્નનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. હવે બંને સત્તાવાર રીતે પતિ-પત્ની છે. મહામારીને કારણે તેણે તેના લગ્ન રદ કરવા પડ્યા.

લગ્નની નોંધણી કર્યાના ત્રણ મહિના પછી, તેણે તેની પ્રેગ્નેંસીના સમાચાર શેર કર્યા. આજે પૂજા અને કુણાલ એક પુત્રના માતા-પિતા છે. તેમના થયેલ બીજીવાર લગ્નમાં તેમનો પુત્ર પણ ધાર્મિક વિધિઓમાં હાજર હતો.

Shah Jina