રીલના પાર્વતી માતાને ઘરે આવ્યું બેબી, જુઓ તસ્વીરો
લોકડાઉનનો સમય નાના પડદાના કલાકારો માટે ઘણું ખુશીઓ લઈને આવ્યો છે. કોઈ લગ્નના બંધનમાં બંધાઈ ગયું છે તો કોઈના ઘરમાં કિલકારી ગુંજી ઉઠી છે. એવી જ એક એક્ટ્રેસ છે જેના ઘરમાં લોકડાઉનના સમયમાં એક નહીં પરંતુ 2 ખુશીઓ આવી છે. અમે વાત કરી રહ્યા છીએ સિરિયલ ‘ દેવો કે દેવ મહાદેવ’ ફેમ પૂજા બેનર્જીની. પૂજાએ લોકડાઉનના સમયમાં બોયફ્રેન્ડ કૃણાલ વર્મા સાથે કે લગ્ન કરી લીધા હતા તો હવે પૂજા અને કૃણાલ માતા-પિતા બની ગયા છે.
View this post on Instagram
પૂજા અને કૃણાલે 15 એપ્રિલના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા. જેના થોડા દિવસ બાદ પૂજાએ જણાવ્યું હતું કે તે અને કૃણાલ જલ્દી જ માતા-પિતા બનશે. હાલમાં જ ખબર આવી છે કે, પૂજાએ તેના પહેલા બાળકને જન્મ આપ્યો છે. આ વાતની જાણકારી પૂજાના પતિ અને એક્ટર કૃણાલ વર્માએ આપી છે.
View this post on Instagram
કૃણાલે જણાવ્યું હતું કે, પૂજાએ આજે (9ઓક્ટોબરે) દીકરાને જન્મ આપ્યો છે. ઈ ટાઈમ્સસાથેના ઇન્ટરવ્યૂ દરમિયાન કૃણાલે બધાનો આભાર વ્યક્ત કરી ખુશી વ્યક્ત કરી હતી. કૃણાલે જણાવ્યું હતું કે, પૂજા અને મને ગર્વ છે કે અમે બેહદ ખુશ છીએ. અમને જણાવતા આનંદ થાય છે કે, આજે અમે દીકરાના માતા-પિતા બની ગયા છીએ. જયારે પૂજાએ દીકરાને જન્મ આપ્યો ત્યારે હું ઓપરેશન થિએટરમાં હતો, બંને સ્વસ્થ્ય છે અને હું ભગવાનના આશીર્વાદ માટે આભારી છું.
View this post on Instagram
જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા જ પૂજાએ બેબી શાવરની તસ્વીર શેર કરી હતી. જેમાં પૂજા બેહદ ખુબસુરત નજરે આવી હતી. પૂજાએ તેના પ્રેગનેન્સી અંગેની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. પૂજાએ થોડા દિવસ પહેલા જ જગ જનની માતા વૈષ્ણોદેવી સિરિયલ છોડી દીધી હતી.
View this post on Instagram
પહેલા બાળકને લઈને એક ઇન્ટરવ્યૂમાં વાતચીત કરતા પૂજાએ જણાવ્યું હતું કે, કૃણાલ અને હું આ સંબંધને એક ખુબસુરત ફેઝમાં લઇ જવા માટે ઉતાવળા છે. હું બેહદ ખુશ છું અને મારો પર્સનલ ટાઈમ એન્જોય કરી રહી છું. ત્યાં સુધી કે,એપ્રિલથી લઈને આજ દિવસ સુધી હું ઘરેથી બહાર નીકળી નથી.
View this post on Instagram
પૂજાએ પારંપરિક લગ્નને લઈને કહ્યું હતું કે, લગ્નને લઈને અમે ઘણા સપના જોયા હતા અને આ બધું પહેલાથી પ્લાન કરી રાખ્યું હતું પરંતુ કોરોનાએ બધું બગાડી દીધું હતું. પૂજાએ વધુમાં કહ્યું હતું કે, જયારે અમારું બાળક આ દુનિયામાં આવશે ત્યારે હું પારંપરિક રીતે કૃણાલ સાથે ફેરા ફરવા માંગુ છું.
View this post on Instagram