શ્રાવણ માસનો પ્રારંભ થઇ ગયો છે અને આખા દેશમાં શ્રાવણ મહિનાનું ખૂબ જ મહત્વ હોય છે, અને આ મહિનામાં ઘણા તહેવારો પણ આવે છે. આ આખો મહિનો ભગવાન શિવજીની આરાધના કરે છે. કારણ કે આ ભગવાન ભોળેનાથનો પ્રિય મહિનો છે અને આ મહિનામાં તેમની આરાધના કરવાથી ભગવાન સરળતાથી પ્રસન્ન થાય છે અને ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે. શ્રાવણ માસમાં ભગવાન ભોલેનાથના મંદિરમાં ભક્તો ભગવાનને રીઝવવા માટે દુધ, શેરડીનો રસ અને બિલીપત્રના પાન ચઢાવે છે. આ મહિનામાં ભક્તો કરોડો બિલીપત્રના પાન ભગવાન ભોલેનાથને અર્પણ કરે છે પણ કોઈ દિવસ બિલીપત્ર ભગવાનને અર્પણ કર્યા પછી એનો કોઈ જ ઉપયોગ કરવામાં આવતો નથી અને અતિ મુલ્યવાન એવા બિલીપત્ર નકામા જાય છે. ત્યારે આપણને એ વાતની જાણ નથી કે બીલીપત્ર આપણા સ્વાસ્થ્ય માટે ઘણા જ ઉપયોગી છે. આ બિલીપત્રના પાનનો ઘણી જ રીતે ઉપયોગ કરવામાં આવે છે, ભગવાનને અર્પણ બાદ ભગવાનને ધરાવેલ બીલીપત્રને પ્રસાદ સમજીને રોજિંદા જીવનમાં સેવન કરવામાં આવે તો વાત-પિત્ત અને કફ પણ દૂર થાય છે. અલબત તે ચર્મ રોગ અને ડાયાબીટીસમાં રક્ષા આપે છે અને બ્લડ પ્રેશરના દરદીઓ માટે ખુબ જ ફાયદાકારક છે.

આપણા આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે, બીલીપત્ર સ્વાદમાં મધુર, તૂરી, કડવી અને તીખી, ગરમ, ભૂખ લગાડનાર, પાચનકર્તા, રુચિકર અને ગ્રાહી-ઝાડો બાંધનાર છે. બીલીનાં કુમળાં ફળ સ્વાદમાં કડવાં અને તૂરાં, ગરમ, દીપન, પાચન, પચવામાં ભારે તથા આમવાત, સંગ્રહણી, કફાતિસાર વગેરેનો નાશ કરનાર છે. બીલીનાં મૂળ તથા છાલ જ્ઞાનતંતુ શામક છે. જે હૃદયના ધબકારા વધી જવા, નિદ્રાનાશ અને ઉન્માદમાં લાભદાયક છે.
એક વાત ઘણા ઓછા લોકો જાણતા હશે. બીલીનાં પાન ડાયાબિટીસ-મધુપ્રમેહમાં ખૂબ જ ફાયદો આપનાર ઔષધ છે. બીલીનાં પાનને સ્વચ્છ કરી એકાદ કલાક પાણીમાં પલાળી રાખવાં, પછી બહાર કાઢી, વાટી, વસ્ત્રમાં દબાવીને તેનો રસ કાઢી લેવો. સવાર-સાંજ એકથી બે ચમચી જેટલો આ રસ પીવાથી મધુપ્રમેહમાં ઉત્તમ લાભ થાય છે.

બીલીપત્રનો રસ 2-3 ચમચી જેટલો સાકર નાખી પીવાથી કોઈપણ પ્રકારનો રક્તસાવ મટે છે. ન રુઝાતા ગંધાતા ચાંદા પર બીલીપત્ર વાટી પેસ્ટ બનાવી લગાડવાથી ચાંદાં મટી જાય છે. ઉનાળામાં દરરોજ બીલાનું શરબત પીવાથી આંતરડાં મજબૂત બને છે અને પાચન શક્તિ સુધરે છે. પાચનશક્તિ સારી રાખવા માટે આશીર્વાદ સમાન છે.
હૃદય રોગના તમામ દર્દીઓ માટે પણ બીલીપત્રનો ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારક માનવામા આવે છે અને બીલીપત્રનો ઉકાળો બનાવીને પીવાથી હૃદય મજબૂત બને છે અને હાર્ટ એટેકનો ખતરો પણ ઓછો થઇ જાય છે. શ્વાસના દર્દીઓ માટે પણ તે અમૃત સમાન છે. આ પાનનો રસ પીવાથી શ્વાસના રોગમાં ખૂબ લાભ થાય છે.

જો શરીરમાં ગરમી વધતી ગરમીના કારણે અથવા તો મોંમાં ગરમી થવાના કારણે તેમાં ચાંદા પડી જાય છે માટે તો બીલીપત્રના પાન ચાવવાથી ખૂબ લાભ મળે છે અને ચાંદાની સમસ્યાથી કાયમ માટે છૂટકારો મળે છે, પેટમાં કે આંતરડામાં કીડા થવા કે પછી બાળકોને ડાયેરિયાની સમસ્યા થાય તો બીલીપત્રનો રસ પીવાથી પણ ખૂબ ફાયદો થાય છે અને આ સમસ્યાઓ ઝડપથી ગાયબ થઇ જાય છે.
જો મધુમાખી કે કોઇ ડંખ મારનારી માખી કરડી જાય તો તેના ડંખ પર થતી બળતરા થાય છે તો આવી પરિસ્થિતિમાં કરડી ગયેલી જગ્યા પર બીલીપત્રનો રસ લગાવો જેનાથી તાત્કાલિક રાહત મળે છે. બીલીપત્રને સૂકવી તેનુ ચૂર્ણ બનાવી ½ ચમચી ત્રિફળાના ચૂર્ણ સાથે રાત્રે હુંફાળા પાણી સાથે લેવાથી કિડની પરના સોજામાં આરામ મળે છે.

આપણને દરેક લોકોને ખબર છે કે જો આપણા શરીરની અંદર વહેતું લોહી સાફ અને સ્વચ્છ હોય તો તેના કારણે આપણને કોઈપણ પ્રકારની બીમારી થતી નથી. ઘણી વખત જ્યારે આપણા લોહીની અંદર અમુક ઝેરીલા તત્વો ભળી જાય છે. ત્યારે તેના કારણે આપણને અનેક પ્રકારના રોગ ઉત્પન્ન થતા હોય છે. જો કોઈ વ્યક્તિને પોતાનું લોહીને સાફ કરવું હોય તો તેના માટે તેને આ વસ્તુ બનાવવાની જરૂર છે. આ માટે તેને 50 ગ્રામ જેટલા બીલીપત્રના દિવસે ગરમ પાણી ભેળવી અને પલાળી અને ત્યારબાદ તેનું જ્યુસ બનાવીને પીવાથી તમારા શરીરનું લોહી એકદમ સાફ થઇ જશે. જેથી કરીને લોહીની અંદર રહેલી અશુદ્ધિઓના કારણે તમને કોઈ પણ પ્રકારનું નુકસાન કે કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાશે નહીં, અને સાથે સાથે તમે અનેક પ્રકારના રોગોથી પણ બચી શકશો. સારા કોલેસ્ટ્રોલમાં પણ ખુબ જ ઉપયોગી નીવડે છે.

બીલીપત્ર ઘણા રોગોમાં ઉપયોગી નીવડે છે તો આપણે આ બીલીપત્રનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરવો જોઈએ, ઝોવાક ફાર્મા ઘણા સમયથી અલગ અલગ શિવ મંદિરમાંથી આ બીલીપત્ર ભેગા કરે છે અને તે બીલીપત્ર અને અન્ય હર્બ્સનો ઉપયોગ કરીને કબજિયાત, અપચો, શરીરની ગરમી, રક્તદોષ, મોઠાની અને શરીરની ગરમી માટે કાંઠા અને જ્યુસ બનાવીને મહાશિવરાતી નિમિતે પ્રસા ના ભાગ રૂપે ફ્રીમાં શહેરના લોકોને આપવામાં આવશે.
જો ભગવાન પર ચડતી બીલીપત્રનો ઉપયોગ પ્રસાદના ભાગ રૂપે સેવનમાં લેવામાં આવે તો કરોડો બીલીપત્ર બચશે અને કરોડો લોકો રોગ મુક્ત પણ બનશે.
સાભાર: ઝોવાક ફાર્મા
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks