વાયરલ

આ કુતરાના લગ્ન માટે આવી રહ્યા છે ઓનલાઈન સંબંધો, માલિકે સોશિયલ મીડિયા પર શેર કરી ડોગી ની ખુબ જ ક્યૂટ તસવીર

આજકાલ મોટાભાગના લોકો સંબંધો પણ ઓનલાઇન જ શોધી લેતા હોય છે, સોશિયલ મીડિયા આજે એટલું સક્રિય બની ગયું છે કે અહીં થયેલી ઓળખાણ સાત જન્મના બંધન સુધી પણ બંધાઈ જતી હોય છે. આ દરમિયાન જ એક એવી તસવીર વાયરલ થઇ રહી છે જે દરેક વ્યક્તિને પસંદ પડી જાય.

આ તસવીરમાં પણ લગ્ન માટેની જ વાત કરવામાં આવી છે, પરંતુ કોઈ વ્યક્તિના નહીં. એક ડોગીના. પરિવારે પોતાના ડૉગીની ખુબ જ ક્યૂટ તસવીર શેર કરી અને જોત જોતામાં તો તેના લગ્ન માટે ઓનલાઇન જ સંબંધો આવવા લાગી ગયા.

એક યુઝર્સ દ્વારા પોતાના પગ જાતિના ડૉગીની બે તસવીરો શેર કરવામાં આવી છે. જેની અંદર ડોગી ગુલાબી રંગના શર્ટ અને પારંપરિક “મુંડૂ” (લૂંગી) પહેરેલો જોઈ શકાય છે. આ ડોગની તસવીરો શેર કરવાની સાથે માલિક દ્વારા એ અનુરોધ પણ કરવામાં આવ્યો છે કે “આના માટે કોઈ છોકરી હોય તો બતાવજો.” અને ત્યારબાદ તો સોશિયલ મીડિયા ઉપર સંબંધોની લાઈન લાગી ગઈ હતી.

આ તસ્વીરને ટ્વીટર યુઝર્સ દામિની શ્રીવાસ્તવ દ્વારા શેર કરવામાં આવી છે. તેમને આ તસવીર 22 જાન્યુઆરીના રોજ શેર કરી હતી. સાથે કેપશનમાં લખ્યું હતું કે, “આજ કારણ છે કે હું હજુ પણ ફેસબુકમાં છું. આ ડોગ્સના ભારતીય પેરેન્ટ્સનું ગ્રુપ છે.”