મંદિરની દિવ્ય હાથણ “લક્ષ્મી”ના નિધન પર છલકાયું લોકોનું દુઃખ, CMથી લઈને રાજ્યપાલે પણ વ્યક્ત કર્યો શોક, અંતિમ યાત્રામાં સર્જાયા ભાવુક કરી દેનારા દૃશ્યો

હજારો શ્રદ્ધાળુઓની આંખોમાં આંસુઓ છોડીને ચાલી ગઈ “લક્ષ્મી”, મહાવત સવારે ચાલવા લઇ જતા જ બેભાન થઇ ગઈ હતી, અંતિમ દર્શનમાં આવેલી ભીડને કાબુમાં લેવા બોલાવવી પડી પોલીસ, જુઓ વીડિયો

ઘણા લોકો પોતાના ઘરમાં પાલતુ પ્રાણીઓ રાખતા હોય છે, પરંતુ જયારે આ પ્રાણીઓ બીમાર પડે કે તેમનું નિધન થઇ જાય ત્યારે તેના માલિકને ખુબ જ દુઃખ પણ થતું હોય છે, કારણ કે વર્ષોથી આ પ્રાણીઓને તેઓ પોતાના બાળકની જેમ જ સાચવતા હોય છે, ત્યારે હાલ એક એવી ઘટના સામે આવી છે જેણે લોકોની આંખોમાં આંસુ લાવી દીધા છે.

પુડુચેરીના મનાકુલા વિનાયગર મંદિરની ખૂબ જ પ્રખ્યાત હાથણ “લક્ષ્મી”નું અવસાન થયું છે. બુધવારે સવારે ફરવા ગયેલી લક્ષ્મી અચાનક બેભાન થઈ ગઈ અને તેનું મોત થઇ ગયું હતું. લક્ષ્મીના અવસાનથી વિસ્તારના લોકો શોકમાં ડૂબી ગયા છે. 5 વર્ષની વયે 1995માં મનાકુલા વિનાયગર મંદિરમાં લાવવામાં આવેલી લક્ષ્મીને મંદિરના ભક્તો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે.

લક્ષ્મીનો શાંત અને સૌમ્ય સ્વભાવ ભક્તોને પોતાની તરફ આકર્ષિત કરતો હતો. આજે જ્યારે લક્ષ્મીને મહાવત તેને મોર્નિંગ વોક માટે લઈ ગયા ત્યારે રસ્તામાં તે અચાનક બેભાન થઈ ગઈ હતી. પશુચિકિત્સકોને પણ તાત્કાલિક બોલાવવામાં આવ્યા હતા પરંતુ તેઓ લક્ષ્મીને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા. લક્ષ્મીના નિધનના સમાચાર સાંભળીને લોકો પણ ખુબ જ દુઃખી થયા હતા.

આંખોમાં આંસુઓ અને હૈયામાં ભાર સાથે લક્ષ્મીને અંતિમ વિદાય આપવામાં આવી હતી. લક્ષ્મીની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે લક્ષ્મીના નિધન બાદ જે વીડિયો સામે આવ્યા છે તેમાં હજારોની ભીડ તેના મૃતદેહની આસપાસ જોવા મળી રહી છે. લક્ષ્મીના મૃતદેહને ક્રેન વડે ઉપાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને લોકોએ તેમના મૃતદેહ પર ફૂલ ચઢાવ્યા હતા.

પુડુચેરીના મુખ્યમંત્રી રંગાસામી અને ઉપરાજ્યપાલ તમિલિસાઇ સાઉન્ડરાજને પણ લક્ષ્મીના નિધન બાદ શ્રધાંજલિ અર્પિત કરી હતી. લક્ષ્મીની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તેના અંતિમ દર્શન માટે લોકોની ભીડ જામી હતી, ભીડને કાબુમાં લેવા માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

લક્ષ્મી મંદિરમાં દર્શન કરવા આવતા દર્શનાર્થીઓને આશીર્વાદ પણ આપતી હતી. ખાસ કરીને મહિલા ભક્તો અને વિદેશી પર્યટકોમાં તે ખુબ જ આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. આસપાસના લોકો પણ તેને ખુબ જ પ્રેમ કરતા હતા. ત્યારે અચાનક આ રીતે લક્ષ્મીની અણધારી વિદાયના કારણે ઘણા ભક્તોના ડુઇલ તૂટી ગયા છે અને તે શોકમાં ડૂબી ગયા છે.

Niraj Patel