ખબર

ગુજરાતીઓ માટે હરખના સમાચાર, PUC માટે લાઇનમાં ઉભા રહો છો?તો ના રહેતા, કારણ કે…

CM વિજય રૂપાણીના નવા નિયમોની જાહેરાત અને તેના અમલ વચ્ચે હવે સમય વધારી દેવામાં આવતા લોકોને હાશકારો મળ્યો છે. ગુજરાતમાં વાહનચાલકો ફરજિયાત રાખવાના દસ્તાવેજો મેળવવા માટે દોડધામ મચાવી રહ્યા છે. વાહનચાલકો પીયુસી સર્ટિફિકેટ,લાઇસન્સ,RC બુક, વગેરે લેવા માટે PUC સેન્ટરથી માંડી આરટીઓ કચેરી સુધી દોડધામ થઇ છે. જેથી દરેક પીયુસી સેન્ટર પર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે. પરંતુ ગુજરાતના લોકો માટે રાહતનાં સમાચાર છે કે વાહન વ્યવહાર કમિશ્નરે વધુ 1500 પીયુસી સેન્ટરો શરુ કરવા તૈયારી કરી છે.

વધુમાં તમને જણાવી દઈએ કે સોમવારથી 16મી સપ્ટેમ્બરે ગુજરાતમાં મોટર વ્હિકલ એક્ટ મુજબ ટ્રાફિકના નવા નિયમો અમલી થશે. બીજા રાજ્યની જેમ મોટો દંડ ચૂકવવો ન પડે તે માટે વાહનચાલકો અગાઉથી તૈયારીઓ કરી છે. PUC માટે અત્યારે કેન્દ્રો પર વાહનોની લાંબી કતારો લાગી છે. ત્યારે વાહન વ્યવહાર કમિશ્નરે રાજ્યમાં 1500 PUC સેન્ટરો શરૂ કરવા માટે આરટીઓ કચેરીમાં અરજીઓ મંગાવી છે.

કયા ગુનામાં કેટલો દંડ

લાયસન્સ, વિમો અને પીયુસી જેવા દસ્તાવેજો ન હોય તો પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ કરવામાં આવશે. જ્યારે કાચ પર ડાર્ક ફિલ્મ લગાવવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ અને ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ ફટકારવામાં આવશે. તેમજ અડચણરૂપ પાર્કિંગ કરવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો મેમો ફાડવામાં આવશે.

CM વિજય રૂપાણીએ મંગળવારે કેન્દ્ર સરકારના નવા ટ્રાફિક નિયમોની જોગવાઈ અંગે પ્રેસ કોન્ફરન્સ મિટિંગ કરી હતી. વધુમાં વિજય રૂપાણીએ જણાવ્યું કે નવા મોટર-વ્હિકલ એક્ટની 50 કલમોમાં સુધારો કરી અને દંડની રકમમાં ઘટાડો કર્યો છે.

  • ડિજીટલ ડોક્યુમેન્ટ બતાવવા છૂટ(ડીજી લોકર), હાર્ડ કોપી સાથે નહી હોય તો ચાલશે
  • રસ્તા પર સ્પીડમાં બાઈક ચલાવવા સામે સખ્તાઈથી કામ લેવાશે
  • પબ્લિક પર રેસ લગાવવા બદલ 5000 હજાર દંડ
  • હેલ્મેટ ન પહેરનારને 500નો દંડ
  • Rc બુક અને વીમો ન હોય તો 500નો દંડ
  • બીજી વખત પકડાયા તો 1000 દંડ
  • કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ ન પહેર્યો હોય તો 500 દંડ
  • એમ્બ્યુલન્સને જગ્યા ના આપો તો પણ દંડ
  • લાયસન્સ વગર વાહન ચલાવવા પર માલિક અને ચાલક બન્નેને 3000 સુધીનો દંડ
  • ચાલુ વાહને ફોન પર વાત કરવા પર 1000ના સ્થાને 500 દંડ કરાયો

નોંધ: આ બધા નવા નિયમો 16 સપ્ટેમ્બરથી લાગુ થશે,તમામ વાંચકોને નમ્ર વિનંતીકે એક જાગૃત નાગરિક તરીકે આપણે સૌ નિયમોનું પાલન કરીએ.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks