ખબર

દેશ માટે ખુશ ખબર, નીતિન ગડકરીએ કહ્યું દેશમાં જલ્દી જ શરૂ થશે સાર્વજનિક પરિવહન, જાણો વિગત

દેશભરમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે અને આ લોકડાઉનના કારણે દેશમાં સાર્વજનિક પરિવહન પણ બંધ કરવામાં આવ્યું હતું ત્યારે પરિવહન મંત્રી નીતિન ગડકરીએ બુધવારે એક વિડીયો કોન્ફરન્સમાં ચર્ચા કરતા જણાવ્યું હતું કે દેશમાં જલ્દી જ સાર્વજનિક પરિવહન શરૂ થઇ શકે છે.

Image Source

બુધવારના દિવસે બસ એન્ડ કાર ઓપરેટર્સ કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયાના સદસ્યો સાથે એક વિડીયો કોન્ફરન્સ કરીને ચર્ચા કરતી હતી. જેમાં તેમેં જણાવ્યું હતું કે સાર્વજનિક પરિવહન સેવા જલ્દી જ શરૂ કરવામાં આવશે, બસ અને કાર ચલાવતી વખતે સોશિયલ ડિસ્ટેંસીન્ગની સાથે હાથ ધોવા, સૅનેટાઇઝેશન, ફેસ માસ્ક જવા સુરક્ષા ઉપાયોનું પાલન કરવું પડશે.

Image Source

પેસેન્જર ટ્રાન્સપોર્ટ ઇન્ડ્રસ્ટ્રીઝ માટે બેલ આઉટ પેકેજની માંગ ઉપર ગડકરીએ કહ્યું કે સરકારી ઇન્ડસ્ટ્રીઝની સમસ્યાને ઉકેલવાના દરેક સંભવ પ્રયાસ કરવામાં આવશે. ગડકરીએ એમ પણ જણાવ્યું કે તે સતત પ્રધાનમંત્રી મોદી અને વિત્ત મનત્રી નિર્મલા સીતારામં સાથેના સંપર્કમાં છે. આ બંને હાલમાં કોરોનાના કારણે ફેલાયેલી મહામારી અને અર્થવ્યવસ્થાને ઉપર લઇ જવાના પયરસમાં લાગેલા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.