બાયડની અંદર રસ્તા પર ધંધો કરતા વેપારીઓને હટાવતા મામલતદાર અને ધારાસભ્ય વચ્ચે થયું મોટું ઘમાસાણ, MLAએ કહ્યું, “નહિ બંધ થાય…”

રોડ પર વેપારી કરી રહ્યા હતા નાના વેપારીઓ, મામલતદાર આવ્યા હટાવ તો ધારાસભ્ય ભરાઈ ગયા ગુસ્સે અને થઇ ગઈ મોટી માથાકૂટ, જુઓ વીડિયો

Public spark between Baid MLA and mamaldar : હાલ દેશભરમાં દિવાળીના તહેવારની ધૂમ મચી રહી છે. શહેરોમાં પણ ઠેર ઠેર ખરીદદારોથી  બજારો ભરચક જોવા મળી રહ્યા છે. આવા સમયે ઘણા લોકો રોડની સાઈડમાં પણ ધંધો કરીને પોતાની રોજી રોટી કમાવવા ઇચ્છતા હોય છે. પરંતુ તેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઉભી થતી હોય છે, જેથી પ્રસાશન તહેવારોમાં ટ્રાફિકની સમસ્યા ના થાય એ માટે રોડ પર ધંધો કરતા લોકોને હટાવતા હોય છે. આવુ જ કઈક બાયડમાં પણ જોવા મળ્યું હતું. જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

ધારાસભ્ય અને મામલતદાર વચ્ચે માથાકૂટ :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લી જિલ્લાના બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો એક વીડીયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે ટ્રાફિકનું નિયંત્રણ કરવા માટે નીકળેલા મામલતદાર અને પોલીસ સામે ધારાસભ્ય માથાકૂટ કરી રહ્યા છે. આ દરમિયાન ત્યાં લોકોના ટોળા પણ ઉભેલા જોવા મળે છે.

રોડ પર વેપાર કરતા વેપારીઓને હટાવતા થઇ માથાકૂટ :

આ માથાકૂટ બાયડમાં દિવાળીના તહેવારોમાં રોડની સાઈડ પર ધંધો કરતા વેપારીઓને હટાવવાના કારણે થઇ હતી. મામલતદાર અને પોલીસની ટીમ વેપારીઓને હટાવી રહી હતી ત્યારે જ ધારાસભ્ય ત્યાં આવી ચઢ્યા અને તેમની વચ્ચે તુતું મેંમેં થઇ ગઈ હતી. નાના વેપારીઓને હટાવતા જ ધારાસભ્ય ગુસ્સે ભરાઈ ગયા હતા અને બંધ નહિ થાય એમ કહી રહ્યા હતા.


વાયરલ થયો વીડિયો :

વીડિયોમાં ધારાસભ્ય એમ પણ કહેતા જોવા મળી રહ્યા છે કે. “આ લોકો ધંધો કરવા ક્યાં જશે ? તમારે જે રજુઆત કરવી હોય એ મારા નામથી કરી દો. ત્યારે હવે આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવાર સમયે ટ્રાફિકની સમસ્યા પણ વધુ રહે છે અને પોલીસ અને પ્રસાશન માટે નિયંત્રણ કરવું પણ પડકાર રૂપ બને છે.

Niraj Patel