ગાઝિયાબાદમાં એક પોલીસકર્મીને નંબર પ્લેટ સંબંધિત ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ શિસ્તભંગની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો. પોલીસકર્મીની બાઇક પર નંબર પ્લેટ “99” લખેલી જોવા મળી હતી, જે મોટર વ્હીકલ એક્ટનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. આ સિવાય બાઇક પર પોલીસ શબ્દ લખવામાં આવ્યો હતો, જે માત્ર સત્તાવાર સરકારી વાહનો માટે અધિકૃત છે.
નિયમોના ઉલ્લંઘનની સૂચના એક એક્સ યુઝર દ્વારા આપવામાં આવી, જેને કારણે પોલિસ અધિકારીને 5 હજાર રૂપિયાનું ચલણ જારી કરવામાં આવ્યુ. યુઝરે લખ્યું, “શું પોલીસ પાસે આ પ્રકારની નંબર પ્લેટ રાખવાની વિશેષ સત્તા છે કે માત્ર તેમને જ ? જો કે, સામાન્ય જનતા @uptrafficpolice @Gzbtrafficpol માટે 5,000 રૂપિયાનું ચલણ છે.
લોકેશન – નિયર અર્થલા મોડ આહુજા હોટલ સામે. યુઝરે પોતાની પોસ્ટમાં યુપી પોલીસ અને ગાઝિયાબાદ પોલીસને ટેગ કર્યા છે. એક્સ યુઝરની ફરિયાદ પર પ્રતિક્રિયા આપતા ગાઝિયાબાદ ટ્રાફિક પોલિસે લખ્યુ- એક્સ પર પ્રાપ્ત ફરિયાદની સંજ્ઞાન લેતા આવશ્યક ચલણ કાર્યવાહી કરવામાં આવી. ગાઝિયાબાદ પોલિસે પોલિસકર્મી પર લગાવવામાં આવેલ 5000ના દંડનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો.
एक्स पर प्राप्त शिकायत का संज्ञान लेते हुए आवश्यक चालानी कार्यवाही की गई है। pic.twitter.com/RpQ2w44SO6
— GZB Traffic Police (@Gzbtrafficpol) September 4, 2024