વાયરલ

આ છોકરાઓએ રિયલ લાઈફમાં રમી PUBG ગેમ, વીડિયો થઇ રહ્યો છે વાયરલ, જુઓ તમને પણ યાદ આવી જશે

દેશમાં હવે PUBG ગેમ ઉપર બૅન લગાવી દેવામાં આવ્યો છે. ઘણા યુવાનો આ ગેમ તરફ વળ્યાં હતા, અને આ ગેમ બંધ થયા બાદ યુવાનો નિરાશ પણ થઇ ગયા હતા. પરંતુ હાલ PUBG ગેમનો એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે આ ગેમની યાદ અપાવી જાય છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોની અંદર કેટલાક છોકરાઓ રિયલ લાઈફમાં પબજી ગેમ રમી રહેલા જોવા મળે છે. આ ગેમનો વીડિયો Smilo નામના ફેસબુક એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવ્યો છે. જે એક ઓનલાઇન સ્ટ્રીમિંગ પેજ છે. જેમાં ત્રણ છોકરાઓ ગેમ રમતા નજર આવે છે.

આ ત્રણેય છોકરાઓનો ગેમ રમવાનો અંદાજ ચિકન ડિનરથી લઈને બીજી પણ ઘણી યાદોને તાજા કરી દે તેવો છે. આ વીડિયોને 24 ડિસેમ્બરના રોજ શેર કરવામાં આવ્યો હતો. સાથે જ કેપશનમાં લખવામાં આવ્યું હતું કે, “અસલ જીવનમાં પબજી”

સોશિયલ મીડિયામાં આ વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. હજારો લોકોએ આ વીડિયોને અત્યાર સુધી નિહાળ્યો છે. ઘણા લોકો પોતાના પબજીના દિવસોની યાદને આ વીડિયો દ્વારા  તાજી કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. તમે પણ જુઓ આ વીડિયોને