PUBG હત્યાકાંડ : માતાને ગોળી માર્યા બાદ તે મરી કે નહિ તે માટે 10 કલાક સુધી તેના શ્વાસ ચેક કરતો રહ્યો હત્યારો પુત્ર, જાણો ચોંકાવનારો ખુલાસ

માતા 10 કલાક સુધી જીવતી રહી : રાત્રે 2 વાગ્યે દીકરાએ ગોળી મારી, દિવસના 12 વાગ્યા સુધી તડપતી રહી, 8 વખત માંને તડપતી જોઇ પછી….

ઉત્તરપ્રદેશના લખનઉમાં PUBG હત્યાકાંડમાં એક પછી એક ખુલાસા થતા રહે છે. ત્યારે હવે માતાની હત્યા કરનાર સગીર દીકરાએ કબૂલ્યુ હતુ કે તેણે રાત્રે 2 વાગ્યે તેની માંને ગોળી મારી હતી પરંતુ બપોરે 12 વાગ્યા સુધી તે જીવિત હતી, તડપતી હતી. મોત થવાની રાહ જોઇ રહેલો દીકરો વારંવાર દરવાજો ખોલી તેની માતાને તડપતી જોતો અને પછી રૂમનો દરવાજો લોક કરી દેતો.

એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (એડીસીપી) કાશિમ આબ્દીએ જણાવ્યું કે મૃતક સાધના સિંહની હત્યા કરનાર પુત્રની ફરીથી પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેણે જણાવ્યું કે 4 જૂનના શનિવારે રાત્રે તે તેની માતા સાથે સૂઈ ગયો હતો. એ જ રૂમમાં એક પિસ્તોલ પણ રાખવામાં આવી હતી. માતા સૂઈ ગયા બાદ 2 વાગ્યે કબાટની ચાવી કાઢી તેણે પિસ્તોલ કાઢી અને પિસ્તોલની સાથે ગોળીઓ અને મેગેઝીન પણ રાખવામાં આવ્યા હતા. તેણે કહ્યું કે મેગેઝિન લોડ કરતી વખતે તેના હાથ ધ્રૂજતા હતા કારણ કે તેણે અગાઉ ક્યારેય વાસ્તવિક બંદૂક ચલાવી ન હતી. તે પછી તે માતાની જમણી બાજુ બેસી ગયો અને આંખો બંધ કરીને ટ્રિગર દબાવ્યું.

ગોળીનો અવાજ સાંભળીને બહેન ગભરાઈ ગઇ અને તે બાદ તે ઊભી થઇ હતી. પરંતુ હત્યારા ભાઈ અને મૃતકના પુત્રએ તેનું મોઢું પકડી લીધુ. ગોળી વાગતાની સાથે જ માતાના માથામાંથી લોહીની ધારા બહાર આવવા લાગી હતી. આ પછી તે તેની બહેન સાથે બીજા રૂમમાં ગયો અને આ રૂમનો દરવાજો બંધ કરી દીધો. એટલું જ નહીં, જ્યારે આરોપી સગીર પુત્રએ પિસ્તોલ ઉપાડી ત્યારે હાથ ધ્રૂજવાને કારણે ત્રણ ગોળીઓ જમીન પર પડી હતી. હત્યારા સગીર પુત્રએ પણ પોલીસને જણાવ્યું કે ગોળી માર્યા બાદ માતા પલંગ પર સૂવા લાગી. એ જ હાલતમાં છોડીને તે તેની બહેન સાથે બીજા રૂમમાં ગયો.

બીજી ગોળી ચલાવવાની હિંમત ન હોવાથી તેણે તેની માતાના મોતની રાહ જોઈ. તે દર કલાકે રૂમ ખોલતો અને માતાને વ્યથામાં જોઈને બીજા રૂમમાં પાછો આવતો. પરંતુ તેણે એક વાર પણ વિચાર્યું નહિ કે જીવ બચાવવો જોઈએ. આટલું જ નહીં, આરોપી પુત્ર માતા પાસે જઈને નાક પર હાથ મૂકીને જોતો હતો કે માતાનો શ્વાસ અટકતો નથી. લગભગ દસ કલાકમાં તેણે આઠ વખત આ જ તપાસ કરી. બપોરે 12 વાગ્યે જ્યારે તે છેલ્લી વાર ગયો ત્યારે માતાના શરીરમાં કોઈ હલચલ ન હતી અને શ્વાસ લેવાનું બંધ થઈ ગયું હતું. પછી પુત્રને ખાતરી થઈ કે માતા હવે મરી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, ADCPનું કહેવું છે કે સાધનાના ઘરથી PGI હોસ્પિટલનું અંતર 2 કિલોમીટર હશે. ગોળી માથામાંથી નીકળી ગઈ હતી. જો તેને સમયસર સારવાર મળી હોત તો તેનો જીવ બચી ગયો હોત. ADCPએ કહ્યુ કે જ્યારે આરોપી પુત્રએ આ માહિતી આપી તો તેણે ગુસ્સા સાથે પસ્તાવો કર્યો કે કાશ કોઈ હોત જે પોલીસને જાણ કરત.માતાની હત્યા કર્યા બાદ હત્યારા પુત્રએ લાશને 3 દિવસ સુધી ઘરમાં રાખી હતી. તેણે બહેનને બીજા રૂમમાં બંધ કરીને મિત્ર સાથે પાર્ટી પણ કરી હતી. ત્યારે 7 જૂન મંગળવારના રોજ સાંજ સુધીમાં ઘરની અંદર દુર્ગંધ ફેલાઈ ગયા બાદ તેને લાગ્યું કે હવે આ ઘટના છુપાવવી મુશ્કેલ છે.

ત્યારે તેણે સાંજે 7 વાગ્યે પિતા નવીનને ફોન કરીને હત્યાની જાણ કરી હતી. આ મામલે નવીનની માતાએ પૌત્ર વિરુદ્ધ પુત્રવધૂની હત્યાનો કેસ દાખલ કર્યો છે. આરોપી પુત્રને ચિલ્ડ્રન સુધાર ગૃહમાં મોકલી દેવામાં આવ્યો છે. હત્યારા પુત્રના લશ્કરી પિતા નવીનસિંહે રડતા રડતા કહેૃ્યુ કે, “દરેક માનવી ઈચ્છે છે કે તેનો પુત્ર સુખી જીવન જીવે, પરંતુ હું ઈચ્છું છું કે મારો પુત્ર આખી જિંદગી જેલના સળિયા પાછળ રહે. પુત્રને તેના ગુનાની સંપૂર્ણ સજા મળવી જોઈએ.

Shah Jina