PUBG હત્યા કેસમાં 16 વર્ષના દીકરાએ માતાની લાશ ઠેકાણે લગાવવા માટે મિત્રને આપી હતી અધધધ મોટી ઓફર, ખુલ્યું મોટું રાઝ 

UPની રાજધાની લખનઉમાં એક 16 વર્ષના છોકરાએ પિસ્તોલ વડે તેની માતાની ગોળી મારીને હત્યા કરી નાખી. આરોપી છોકરાને PUBG ગેમ રમવાની લત હતી. આરોપીના પિતા આર્મીમેન છે અને પશ્ચિમ બંગાળમાં પોસ્ટેડ છે. આ કેસ જ્યારથી સામે આવ્યો છે, ત્યારથી ચર્ચામાં છે. આ કેસમાં રોજ નવા નવા ખુલાસા પણ થઇ રહ્યા છે. ત્યારે હાલ માતા સાધના સિંહની હત્યા કરનાર સગીર પુત્રની પૂછપરછ ચાલુ છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી પુત્રએ રવિવારે તેના મિત્રોને ઘરે બોલાવ્યા હતા.

પરંતુ કોઈની સાથે આ વિશે વાત કરી નહીં. જો કે, ત્યાર બાદ અન્ય મિત્રને મંગળવારે સવારે મૃતદેહનો નિકાલ કરવાનું કહેવામાં આવ્યું હતું. જે બાદ તે મિત્ર ડરી ગયો. આરોપી પુત્રએ તેને મૃતદેહનો નિકાલ કરવા અને ચૂપ રહેવા માટે 5 હજારની લાલચ પણ આપી હતી, પરંતુ તે માન્યો નહોતો. હત્યારા પુત્રએ એક મિત્રને તેના ઘરે બોલાવ્યો હતો. તેનો મિત્ર ઘરે જ રહ્યો. આ પછી, આરોપીએ તેને મોડી રાત્રે તેની માતાની હત્યાની માહિતી આપી. આરોપીએ તેના મિત્રને ગન પોઈન્ટ પર લીધો અને તેને માતાના મૃતદેહનો નિકાલ કરવા કહ્યું.

આરોપી છોકરાએ તેના મિત્રને મૃતદેહનો નિકાલ કરવામાં મદદ કરવાના બદલામાં પાંચ હજાર રૂપિયા આપવાની ઓફર પણ કરી હતી, પરંતુ જ્યારે તેનો મિત્ર આ માટે તૈયાર ન થયો ત્યારે તેણે તેના મિત્રને બંદૂક બતાવીને ધમકી આપી હતી કે બહાર કોઈને કંઈ કહેશે નહીં. છોકરાના મિત્રએ તેનો સાથ આપવાની ના પાડી દીધી અને ચુપચાપ ઘરની બહાર નીકળી ગયો. જો કે, જ્યારે દુર્ગંધ આવવા લાગી અને તેને લાગ્યું કે હવે જીવવું મુશ્કેલ થઈ જશે, ત્યારે તેણે તેના પિતાને આ અંગે જાણ કરી. અગાઉ તેણે પિતાને ગેરમાર્ગે દોરવાના ઘણા પ્રયત્નો કર્યા.

તમને જણાવી દઈએ કે વારાણસીના રહેવાસી JCO નવીન કુમાર સિંહ કે જે મૃતકના પતિ અને આરોપી પુત્રના પિતા છે તે સેનામાં છે. તેમનો પરિવાર લખનઉના પીજીઆઈ પોલીસ સ્ટેશન વિસ્તારની યમુનાપુરમ કોલોનીમાં રહે છે. મંગળવારે પુત્ર દ્વારા જ તેને માતાની હત્યા કરવામાં આવી હોવાની માહિતી મળી હતી. આ પછી જ પોલીસને મામલાની માહિતી મળી શકી. આ દરમિયાન તપાસમાં આવા કેટલાક રહસ્યો પણ સામે આવ્યા છે, જેના કારણે પોલીસ અધિકારીઓ પણ હચમચી ગયા છે.

Shah Jina