પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા માટે દેશના ખૂણે-ખૂણેથી લોકો આવે છે. આ ફેસ્ટિવલ માટે અત્યાર સુધીમાં હજારો બુકિંગ થઈ ચૂક્યા છે. ત્યારે આ બધા વચ્ચે દુનિયાભરમાં વધી રહેલા કોરોના સંક્રમણને જોતા ગુજરાત સરકારે પ્રમુખ સ્વામી મહારાદ શતાબ્દી મહોત્સવમાં આવેલા શ્રદ્ધાળુઓ માટે કોરોના ગાઇડલાઇન્સ જારી કરી છે.
જે અંતર્ગત પ્રમુખ સ્વામી નગરમાં સેવા કરનાર લોકો સાથે સાથે શ્રદ્ધાળુઓ માટે પણ માસ્ક અનિવાર્ય કરી દેવામાં આવ્યુ છે. ત્યાં બીમાર વ્યક્તિને ન જવાની અપીલ કરવામાં આવી છે અને વિદેશી યાત્રિઓ માટે કોરોના ટેસ્ટ અનિવાર્ય કરી દેવામાં આવ્યો છે. તો ચાલો જાણી લઇએ ગાઇડલાઇન્સ…
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવતા લોકો માટેની ગાઇડલાઇન્સ :
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની સેવામાં રોકાયેલા તમામ સ્વયંસેવકો માટે માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે. દર્શન માટે આવતા તમામ લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે. સોશિયલ ડિસ્ટન્સિંગ માટે જે સૂચનાઓ જારી કરવામાં આવી છે તેમાં એકબીજા સાથે હાથ મિલાવવાનું ટાળો અને નમસ્કાર મુદ્રામાં જ અભિવાદન કરવાનો આગ્રહ રાખો. શરદી, તાવ, ઉધરસથી પીડિત લોકોએ ન આવવું જોઈએ.
વૃદ્ધાવસ્થા અને નાજુક તબિયત અથવા હૃદયરોગ, બીપી, ડાયાબિટીસ, કિડનીની બીમારી વગેરે ધરાવતી વ્યક્તિઓમાં ભીડ ટાળવાની સલાહ આપવામાં આવે છે. વિદેશથી આવતા શ્રદ્ધાળુઓ માટે કોરોના ટેસ્ટ ફરજિયાત. સ્વચ્છ શૌચાલયનો ઉપયોગ કરો, જ્યાં સાબુ અને હેન્ડ સેનિટાઈઝર ઉપલબ્ધ હશે, અને સમયાંતરે તમારા હાથને સેનિટાઈઝ કરો.
ઉલ્લેખનીય છે કે, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO), કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને ગુજરાત સરકારના આરોગ્ય મંત્રાલયની સૂચના અનુસાર, કોરોનાથી ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખો. સંસ્થાએ એવી પણ ભલામણ કરી છે કે રસીનો ડોઝ શક્ય તેટલી વહેલી તકે આપવામાં આવે અને જેની જરૂર હોય તેમને બૂસ્ટર ડોઝ આપવામાં આવે.
જણાવી દઇએ કે, હાલ તો ગુજરાતમાં ચિંતાની વાત નથી, પરંતુ સાવચેતી જરૂરી છે. કોરોનાને કારણે ગુજરાત સરકારે બેઠક બોલાવી હતી પણ કોઇ નિયંત્રણ માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં નથી આવી. ગુજરાતમાં ચાઇનીઝ વેરિઅન્ટનાં ત્રણ કેસ નોંધાયા હતા જે એકથી ત્રણ મહિના જૂના છે અને આઇસોલેશન બાદ ત્રણેય દર્દીઓ સ્વસ્થ છે.