સાબરકાંઠાના PSIના વિદાય સમારંભમાં આખું શહેર હીબકે ચઢ્યું, થયો ફૂલોનો વરસાદ, સાહેબ પણ ના રોકી શક્યા પોતાની આંખના આંસુ, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા ઉપર રોજ બરોજ ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં ઘણા વીડિયો ચોંકાવનારા હોય છે તો ઘણા વીડિયો આંખોના પોપચાં ભીના કરનારા હોય છે. હાલ એવો જ એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક પીએસઆઇ સાહેબનો વિદાય સમારંભ જોવા મળી રહ્યો છે.

આ વાયરલ વીડિયો છે ગુજરાતના ખેડબ્રહ્માનો, જ્યાંના પીએસઆઇ વિશાલ પટેલનું ટ્રાન્સફર થતા જ તેમના વિદાય સમારંભની અંદર સ્થાનિક લોકો અને કર્મચારીઓની આંખો ભીની થતી જોવા મળી હતી. પીએસઆઇ વિશાલ પટેલ અને સ્થાનિક લોકો તેમજ કર્મચારીઓ સાથે એક અલગ પ્રકારનો સંબંધ ધરાવે છે.

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં લગભગ બે વર્ષ સુધી સેવા આપ્યા બાદ પીએસઆઇ વિશાલ પટેલનું ટ્રાન્સફર થયું હતું. જયારે તેમના શુભચિંતકોને તેમના ટ્રાન્સફર વિશેની ખબર પડી ત્યારે તેમને વિદાય આપવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. હાજર લોકોએ તેમના ઉપર ગુલાબની પાંખડીઓ વરસાવી.

આ ઉપરાંત વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે ત્યાં ઉપસ્થિત સૌ લોકોની આંખોમાં આંસુઓ છે અને પીએસઆઇ વિશાલ પટેલ પણ સ્થાનિક લોકો અને કર્મચારીઓની આંખોમાં આંસુ અને તેમના પ્રત્યેનો ભાવ જોઈને ભાવુક બની જાય છે. વિશાલ પટેલ તેમના વિભાગના અન્ય પોલીસ અધિકારીઓ માટે પણ એક પ્રેરણા સમાન છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


સોશિયલ મીડિયામાં આ વિદાય સમારંભનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયોને અત્યાર સુધી હજારો લોકોએ નિહાળી લીધો છે. ત્યારે આ વાયરલ વીડિયોને જોઈને સોશિયલ મીડિયામાં પણ ઘણા લોકો પીએસઆઇ વિશાલ પટેલના કામને બિરદાવી રહ્યા છે.

Niraj Patel