અમદાવાદ PSI અને મહિલા સહકર્મી હોટેલમાં ‘રંગરેલિયા’ ઘટનામાં થયો મોટો ખુલાસો

મહિલા પોલીસકર્મીને હોટલમાં લઈ જઇ “ઇલુ ઇલુ” કરનાર PSI પર તૂટી પડી આફત, જુઓ નવા જૂની શું થઇ

અમદાવાદમાં પીએસઆઇ દ્વારા પોતાની પોલીસ ચોકીમાં ફરજ બજાવી રહેલી મહિલા પોલીસ કર્મીને પાલડીમાં આવેલી એક હોટલની અંદર રંગ રેલીઓ માણવા માટે લઈ જવાની ઘટનાએ ખુબ જ હોબાળો મચાવ્યો હતો. આ ઘટના વાયુવેગે વાયરલ થઇ રહી છે ત્યારે આ ઘટનામાં હવે મહિલા પોલીસકર્મી સાથે ગયેલા પીએસઆઇને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી એક હોટલની અંદર પીએસઆઇ અને મહિલા પોલીસકર્મી રંગ રેલીઓ મનાવવા માટે હોટલમાં પહોંચ્યા હતા. તેમના હોટલમાં પહોંચવાની થોડીવારમાં જ મહિલાનો પતિ ત્યાં આવી ગયો હતો. અને હોટલ સ્ટાફ દ્વારા મહિલાના પતિને રોકી લેવામાં આવ્યો હતો, આ વાતની જાણ પીએસઆઇને કરી દેવામાં આવતા તે મહિલા સાથે ત્યાંથી નાસી છૂટ્યો હતો.

પીએસઆઇ અને મહિલા પોલીસકર્મીના પતિના આવવાની જાણ થવાની સાથે જ લિફ્ટ મારફતે બિઝમેન્ટમાં ચાલ્યા ગયા હતા, અને ત્યાં પીએસઆઇએ મહિલા પોલીસકર્મીને પોતાની ગાડીની ડીક્કીમાં છુપાવી દીધી હતી અને તેને લઈને ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

ત્યારે આ ચર્ચિત બાબતની તપાસ એન ડિવિઝન એસીપીને સોપાઈ હતી. તપાસનો રિપોર્ટ ડીસીપી ઝોન 7ને અપાયા બાદ પીએસઆઇને સસ્પેન્ડ કરાયા હોવાનું સામે આવી રહ્યું છે. જોકે આ કેસમાં હજુય મહિલા પોલીસકર્મી સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી.

Niraj Patel