ખાખી સાથે ભળ્યો સુંદરતાનો રંગ, આ મહિલા PSIની સુંદરતા જોઈને તમે પણ તેના દીવાના બની જશો,ગ્લેમોન મિસ ઈન્ડિયામાં પણ બની છે વિજેતા

પોલીસથી દરેક વ્યક્તિને બીક લાગતી હોય છે, પરંતુ જો કોઈ સુંદર મહિલા પોલીસ ઓફિસરમાં હોય તો ? મોટાભાગે આપણે જોઈએ છીએ કે સુંદર દેખાતી યુવતીઓ ફેશન ઇન્ડસ્ટ્રી કે ફિલ્મી દુનિયામાં જવાનું જ પસંદ કરે છે, પરંતુ શું કોઈ યુવતી ખુબ જ સુંદર હોવા છતાં પોલીસમાં જવાનું વિચારે ? આ કરી બતાવ્યું છે એક યુવતીએ જેની સુંદરતા સામે અભિનેત્રીઓ પણ પાણી ભરે એવી છે અને આજે મહિલા પીએસઆઇની પોસ્ટ ઉપર છે.

અમે વાત કરી રહ્યા છીએ મહિલા પીએસઆઇ ઓફિસર પલ્લવી જાધવની. જેને વર્ષ 2015માં પોલીસમાં પોતાની સેવા શરૂ કરી હતી. પોતાની નોકરી સાથે તેમને મોડેલિંગ કરવાનું પણ ચાલુ રાખ્યું. સાથે પોલીસની પણ ફરજ નિભાવતી રહી.

પલ્લ્વીનું બાળપણ ખુબ જ ગરીબીમાં પસાર થયું હતું. તે ખુબ જ ગરીબ પરિવારમાંથી આવે છે. તેના ઘરમાં બધા જ લોકોને કામ કરવું પડતું હતું જેમની સાથે તે પણ કામ કરવા માટે જતી હતી.  પરંતુ કામની સાથે સાથે તેને પોતાના અભ્યાસમાં પણ ખુબ જ ધ્યાન આપ્યું અને પોતાની મહેનતના દમ ઉપર તે પીએસઆઇ બની ગઈ.

પલ્લવી જાધવે “પ્રેમત પેટલ મન સાર” મરાઠી ચિત્રપટમાં પણ કામ કર્યું છે. સોશિયલ મીડિયામાં પણ તે ખુબ જ એક્ટવી રહે છે અને તેના ઘણા ફોલોઅર્સ પણ છે. તેમને ઘણા લોકો લેડી સિંઘમના નામે પણ બોલાવે છે.

પલ્લવી જાધવે વર્ષ 2020માં Glammonn Miss India પ્રતિયોગિતામાં પણ ભાગ લીધો હતો, આ સ્પર્ધાની અંદર તે પહેલી રનરઅપ રહી હતી. પોલીસ ઇન્સ્પેકટર હોવાની સાથે સાથે તે પોતાના શોખને પણ મહત્વ આપે છે, મોડેલિંગ પલ્લવીનો શોખ છે.

જયપુરની અંદર યોજાયેલી Glammonn Miss India પ્રતિયોગિતામાં દેશભરમાંથી 70થી પણ વધારે મહિલાઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ રનરઅપ બનવા ઉપર તેને “મિસ ફોટોજેનિક”નો પુરસ્કાર મળ્યો.

છેલ્લા 6 વર્ષથી પલ્લવી ઝાલના દામિની પોલીસ ટુકડીની મુખ્ય પોલીસ ઉપર નિરીક્ષક છે. તે વર્ષ 2015થી તેમાં સેવા આપી રહી છે. તેના ઇન્સ્ટાગ્રામ ઉપર 6 લાખ કરતા પણ વધારે ફોલોઅર્સ છે.

પલ્લવી જાધવની તસ્વીરોને પણ તેના ફોલોઅર્સ ખુબ જ પસંદ કરે છે, તેની તસવીરો વાયરલ પણ થઇ જાય છે. પલ્લવી ભલે એક પોલીસ ઓફિસર હોય, પરંતુ તે કોઈ અભિનેત્રી કરતા પણ વધારે પ્રખ્યાત છે.

Niraj Patel