ખબર

સુરતના મહિલા પીએસઆઇનો આપઘાત, ચોંકાવનારૂ છે મોતનું કારણ, 5 વર્ષનો દીકરો થયો માતાવિહોણો

સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં એક મહિલા પીએસઆઇએ સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. હાલ તો પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ વધુ તપાસ હાથ ધરી છે.

Image source

ઉધના વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ અનિતા જોશીએ લખ્યું હતું કે જીવવું અઘરું છે,મારા મોત માટે કોઈ જવાબદાર નથી તેવું લખીને આપઘાત કરી લીધો હતો. મહિલા પીએસઆઇએ મેરેજ એનિવર્સરીના દિવસે જ પતિ સાથે મોબાઈલ પર ઝઘડો થયા બાદ જીવન ટૂંકાવ્યું છે. નોંધનીય છે કે, મહિલા પીએસઆઈ ઉધના પોલીસ મથકમાં છેલ્લા ચાર વર્ષથી ફરજ બજાવતા હતાં. પતિ સચિન પોલીસ મથકમાં એમટી ડ્રાયવર તરીકે બજાવે છે. સંતાનમાં પાંચ વર્ષનો એક દીકરો પણ છે.

જણાવી દઈએ કે, અનિતા એ આપઘાત કરતા પહેલા ફ્લેટનો દરવાજો બંધ કરી દીધો હતો.પતિ ઘરે આવ્યા બાદ બારણું ના ખોલતા કંઈક અજુગતું થયું હોવાનો આભાસ થયો હતો. બાદમાં દરવાજો તોડતા પત્નીની લાશ જોવા મળી હતી.હાલ મૃતકના ઘરને પોલીસ કાફલાએ કોર્ડન કરી લઈને વધુ તપાસ હાથ ધરી છે.મહિલા પીએસઆઇએ આપઘાત કરી લેતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.