ખબર

ગુલાબ આપીને હવે આંદોલનકારીઓ પોલીસનું કરી રહ્યા છે સન્માન, સોશિયલ મીડિયામાં વિડિઓ થઇ રહ્યો છે વાયરલ, તમે પણ જુઓ

છેલ્લા કેટલાય દિવસથી દેશભરમાં NRC અને CAAનો વિરોધ ચાલી રહ્યો છે, ઘણા રાજ્યોમાંથી એવા દૃશ્યો પણ સામે આવ્યા છે જેને જોઈને દુઃખ પહોંચે. ગઈકાલે અમદાવાદમાં પણ એવા દૃશ્યો જોવા મળ્યા. આ પહેલા પણ બીજા ઘણા રાજ્યોમાં વિરોધ લોહિયાળ બની ગયો હતો.

Image Source

આ સમગ્ર વિરોધમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું. પોલીસ સાથે ઠેર ઠેર દુર્વ્યવહાર પણ થયેલા જોવા મળ્યા ત્યારે આજે પ્રદર્શનકારીઓનો એક નવો જ ચહેરો સામે આવી રહ્યો છે. જેમાં પ્રદર્શનકારીઓ શાંતિપૂર્વક પ્રદર્શન કરી અને પોલીસને ગુલાબના ફૂલો આપી રહ્યા છે.

વિરોધનું એક સૌથી મોટું કેન્દ્ર ગણાતી દિલ્હીની જામિયા યુનિવર્સટીના વિદ્યાર્થીઓ દ્વારા પોલીસકર્મીઓને ગુલાબના ફૂલો આપ્યાનો વિડિઓ સામે આવ્યો છે. જેને ઘણા લોજો સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા છે અને પોતાના અલગ અલગ પ્રતિભાવ આપી રહ્યા છે.


મધ્યપ્રદેશના ભોપાલમાં પણ સ્થાનીય લોકો દ્વારા પોલીસને ગુલાબ આપવાનો ફોટો પણ સોશિયલ મીડીયમાં ફેલાઈ રહ્યો છે. લોકોનું રક્ષણ કરવા માટે સ્થાનિક લોકોએ પોલીસને ગુલાબ આપ્યો હોવાનું સામે આવ્યું છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.