ખબર

કોરોનથી બચવા ઘરે બેઠા ઓનલાઇન ખાવાનું કે સામાન મંગાવી રહ્યા છો તો આ બાબતોનું રાખજો ધ્યાન,

દુનિયાભરમાં કોરોના વાયરસનો ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે આપણા દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને આ દરમિયાન લોકો ઘરે બેસી શકે એ માટે ઓનલાઇન  સુવિધા શરૂ કરવામાં આવી છે જેના દ્વારા વ્યક્તિ ઓનલાઇન જમવાનું અને ઘનરનો સમાન મંગાવી શકે છે, પરંતુ ઓનલાઇન સમાન મંગાવતાં પહેલા પણ કેટલીક સાવચેતી રાખવાની જરૂર હોય છે.

Image Source

રાજધાની દિલ્હીમાં એક પીઝા ડીલેવરી બોય કોરોના સંક્રમિત મળી આવ્યો છે. જેના કારણે સમસ્યા વધારે ગંભીર બની છે. પીઝા બોયના કોરોના સંક્રમિત આવવાના કારણે તેના સંપર્કમાં આવેલા 72 પરિવારોને કોરન્ટાઇન કરવામાં આવ્યા છે. માટે જ ઓનલાઇન વસ્તુ કે જમવાનું મંગાવતા સાવચેતી રાખવી ખુબ જ જરૂરી થઇ પડે છે.

તમે જયારે ઑન્લીર્ન કોઈ વસ્તુ મંગાવો ત્યારે વસ્તુ લઈને આવનાર વ્યક્તિ અને  સોશિયલ ડિસ્ટેંસીન્ગ રાખવું ખુબ જ જરૂરી બને છે. આ નિયમનો પાલન અવશ્ય કરજો.

તમે કોઈપણ વસ્તુ કે ખાવાની વસ્તુ મંગાવો છો તો એ સામાનને ઘરના દરવાજાની બહાર જ મુકાવવા અનુરોધ કરો, સીધા હાથમાંથી જ પાર્સલ લેવાનું આ સમયે ટાળો.

Image Source

જયારે તમે ઓનલાઇન મંગાવેલો સમાન લેવા માટે જાવ છો તો ચહેરાને માસ્ક દ્વારા કવર કરી લો સાથે જ સામાન પકડતા પહેલા હાથ મોજાંનો પણ ઉપયોગ કરવો ફાયદાકારક રહે છે.

તમને ડીલેવરી આપનાર વ્યક્તિ જો માસ્ક પહેર્યા વગર આવે છે તો સામાન લેવાની ના પાડી દો, કારણ કે તેનાથી સંક્ર્મણ થવાનો ખતરો વધારે રહે છે.

સામાન લીધા બાદ પોતાના હાથ બરાબર ધોવા અને જો સામના પણ સૅનેટાઇઝ થઇ શકે એમ હોય તો તેને પણ કરી દેવો, કોઈ ખાવાની વસ્તુ હોય તો તેને પણ ગરમ કરીને જ ખાવી જોઈએ.

Image Source

તમે જયારે પણ કોઈપણ પ્રકારનો સામાન મંગાવો છો તો તે વસ્તુનું પેમેન્ટ પણ ડીઝીટલ રૂપમાં જ કરવું જોઈએ, ઓનલાઇન પેમેન્ટ કરીને તમે કોરોનાના ખતરાને રોકી શકો છો.

આ રીતે આપણે જો સતર્કતા રાખીશું તો કોરોનાના ખતરાથી બચી શકીશું, ઘરે બેઠા પણ આપણે કોરોનાથી બચી શકીએ છીએ, પરંતુ જો સાવચેતી નહીં રાખીએ તો ઘરમાં બેસીને પણ કોરોના લાગી શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.