ખેલ જગત

ભારત પાકિસ્તાનના વર્લ્ડ કપ મેચ દરમિયાન ભારતીય ફેને તેની ગર્લ ફ્રેન્ડને કર્યું કંઈક આવું કે લોકો ચોંકી ગયા,જુઓ વિડીયો

ભારત પાકિસ્તાનીની મેચ હંમેશા માટે રોચક જ હોય છે. ત્યારે મેચ જોવા 2 લોકોએ કર્યું કંઈક એવું કે સોશિયલ મીડિયામાં છવાઈ ગયા. તો સાથોસાથ આ બન્ને લોકો માટે આ દિવસ સ્પેશિયલ બની ગયો હતો.

લંડનના માન્ચેસ્ટરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આઈસીસી વર્લ્ડ કપ હતો. ત્યારે ભારતે 89 રને પાકિસ્તાને હરાવી દીધું હતું.ભારત જીતી ગયું હતું. ત્યારે ભારતની સાથોસાથે 2 પ્રેમીપંખીડાએ પણ એકબીજાના દિલ જીતી લીધા હતા. આ મેચ જોવા આવેલા ભારતીય ફેન અને પ્રેમી પંખીડા અનવિતા અને વિકી પણ આવ્યા હતા. ત્યારે મેચ દરમિયાન અચાનક જ વિકીએ રિંગ કાઢી તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું. વિકકીએ ઘૂંટણ પર બેસીને અનવિતાને પ્રપોઝ કર્યું હતું.

આ ઘટનનો સમગ્ર વિડિઓ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો છે. જેમાં વિકીએ લખ્યું છેકે ભારત મેચ તો જીતશે પણ હું પણ જીતી ગયો છું.