8 મહિનાના પ્રેમીને પામવા માટે 20 વર્ષનો પતિ સાથેનો સંબંધ ભુલાવ્યો, પત્નીએ જ 65 તોલા સોનુ આપીને…

બૈરાને પતિની કરોડોની સંપત્તિ મેળવી પ્રેમી સાથે લગ્ન કરવા માંગતી હતી, પતિ અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં સૂતો હતો ત્યારે જ……ચેતી જજો આવી ભયાનક મહિલાઓથી…

દેશભરમાં હત્યાના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે, કેટલાક મામલાઓ તો એવા પણ સામે આવે છે જેને જોઈને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય,કોઈ કોઈની અંગત અદાવતમાં હત્યા કરી દેતું હોય છે તો કોઈની પ્રેમ પ્રસંગોમાં હત્યા કરી દેવામાં આવતી હોય છે, ઘણીવાર પતિ પત્નીના અણબનાવો કે પછી કોઈ અન્ય સાથેના અફેરના કારણે પણ એકબીજાની હત્યા કરી દેવામાં આવે છે. ત્યારે હાલ જે મામલો સામે આવ્યો છે તે રૂંવાડા ઉભા કરી દેનારો છે.

આ મામલો સામે આવ્યો છે હરિયાણાના ગુરુગ્રામમાંથી. જ્યાં એક પત્નીએ 65 તોલા સોનાની સોપારી આપી અને પોતાના જ પતિની હત્યા કરાવી દીધી. આ મહિલાનો પતિ ગુરુગ્રામનો એક નામી બિલ્ડર હતો. મહિલા અને તેનો પ્રેમી પ્રોપર્ટી હડપવા માંગતા હતા. આ મામલાની તપાસ બાદ પોલીસે મહિલા અને એક અન્ય આરોપીની ધપરકડ કરી લીધી છે, ત્યારે હજુ મહિલાનો પ્રેમી ફરાર છે જેની પોલીસ શોધખોળ કરી રહી છે.

આ ઘટના 30 ઓક્ટોબરની મોડી રાત્રે ઘટી હતી. જેમાં ગુરુગ્રામના પાલં વિહાર કન્સ્ટ્રક્શન બિલ્ડીંગ સાઈટમાં સુઈ રહેલા પ્રોપર્ટી ડીલર ધર્મેશની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ પોલીસે પણ ખુબ જ કાળજી પૂર્વક ઘટનાની તપાસ કરી હતી. જેના બાદ પોલીસને જણાવા મળ્યું હતું કે ધર્મેશની હત્યા તેની જ પત્નીએ સોપારી આપીને કરાવી હતી. મૃતક ધર્મેશની પત્ની નીતુએ તેના ઘરમાં એક નોકરાણીને કામ પર રાખી હતી.

આ નોકરાણીએ નીતુની મુલાકાત સંભલના રહેવાસી બબલુ ખાન નામના યુવક સાથે કરાવી હતી. થોડી મુલાકાત બાદ બંને વચ્ચે અફેર શરૂ થયું. જેના બાદ નીતુ અને બબલુએ ધર્મેશની કરોડોની સંપત્તિ હડપી પાડવાનું ષડયંત્ર રચી નાખ્યું. નીતુએ તેના પ્રેમી બબલુ ખાન અને તેના મિત્ર મોઈનુદ્દીન સાથે મળીને ધર્મેશની હત્યા કરવાનું નક્કી કર્યું. જેના માટે નીતુએ 65 તોલા સોનાની સોપારી આપીને ધર્મેશની હત્યા કરાવી નાખી. જે મામલામાં પોલીસે નીતુની અને તેના પ્રેમીના મિત્ર મોઈનુદ્દીનની ધરપકડ કરી લીધી છે.

Niraj Patel