પતિની મોતના એક કલાક બાદ પત્નીએ પણ આપી દીધો જીવ, એકસાથે ઉઠી અર્થી- આપઘાત પહેલાનો મેસેજ આંખમાંથી લાવી દેશે આંસુ

પતિની મૃત્યુ પછી પ્રોફેસર પત્નીએ કરી આત્મહત્યા, મરતા પહેલા જે બોલી તે સાંભળીને રડી પડશો

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર આપઘાતનું કારણ પ્રેમ સંબંધ, અવૈદ્ય સંબંધ કે પછી માનસિક-શારીરિક હેરાનગતિ હોઇ શકે છે. હાલમાં જે આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે, તે ખૂબ જ ભાવુક કરી દેનારો છે. એક પત્નીએ પતિના મોત બાદ બ્રિજ પરથી કૂદી પોતાનો જીવ આપી દીધો. મૃતકના પતિનુ મોત બ્રેઇન હેમરેજને કારણે થયુ હતુ. બ્રેઈન હેમરેજના કારણે પતિના મોત બાદ પત્નીએ કહ્યું કે આ દુનિયામાં મારું કોઈ નથી.

જે બાદ તે આત્મહત્યા કરવા ભડભડા ગઇ અને ત્યાંથી કૂદી મોતની છલાંગ લગાવી દીધી. શહેરના જાનકી નગર ચુના ભટ્ટીમાં રહેતા 47 વર્ષીય પરાગ પાઠક ભાભા મેડિકલ કોલેજમાં પ્રોફેસર હતા. 28 એપ્રિલે સવારે 9 વાગે ડૉ. પાઠકની તબિયત અચાનક બગડી હતી. ત્યારબાદ આસિસ્ટન્ટ પ્રોફેસર પત્ની પ્રીતિ ઝારિયાએ પતિને પાણી પીવડાવ્યું. આ પછી, તે તેને અરેરા કોલોની સ્થિત નેશનલ હોસ્પિટલમાં લઈ ગઈ. અહીં જાણવા મળ્યુ કે બ્રેઈન હેમરેજને કારણે તેમની હાલત નાજુક છે. સર્જરી બાદ બીજા દિવસે તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો.

2 મેના રોજ રાત્રે લગભગ 2 વાગ્યે ડોક્ટરે પ્રીતિને જણાવ્યું કે તેના પતિ પરાગનું અવસાન થયું છે. આ સાંભળીને પ્રીતિએ તેના મોટા ભાઈને ફોન કર્યો. બંને ભાઈઓ હોસ્પિટલ જવા રવાના થયા.આ દરમિયાન, પ્રીતિ ડૉક્ટરને કહે છે કે તેના માટે હવે જીવવાનો કોઈ અર્થ નથી. આ દુનિયામાં તેનું કોઈ નથી. આટલું કહી તે ભડભડા બ્રિજ તરફ જવા રવાના થઇ. ડૉક્ટરે હોસ્પિટલ પહોંચેલા ભાઈઓને આખી વાત કહી. તેઓ પહોંચ્યા ત્યાં સુધીમાં પ્રીતિ કૂદી ચૂકી હતી. માહિતી મળતાં પોલીસે લાશને બહાર કાઢી હતી.

જબલપુરની રહેવાસી પ્રીતિ ભોપાલની નરેલા કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હતી. તેના લગ્ન ચાર વર્ષ પહેલા જ થયા હતા. બંનેને સંતાન પણ નહોતું. પરાગ પાઠકના પિતા ડેપ્યુટી કલેક્ટર રહી ચૂક્યા છે. જ્યારે પરાગની માતા ગાયનેકોલોજિસ્ટ છે. તે પુત્રવધૂ અને પુત્ર સાથે રહેતી હતી. પુત્રની તબિયત બગડતાં તે પુત્રવધૂ સાથે હોસ્પિટલમાં રહેતી હતી. મંગળવારે રાત્રે તે પણ પુત્રવધૂ સાથે હતી. પુત્રના મોત બાદ તે પણ હોસ્પિટલમાં રડતી રહી. અને પુત્રવધૂ કાર લઈને આપઘાત કરવા નીકળી ગઈ. આ કિસ્સો મધ્યપ્રદેશના ભોપાલમાંથી સામે આવ્યો છે.

Shah Jina