વધતી ટેક્નોલોજીની સાથે જ લોકોનું જીવન પણ બદલાઈ રહ્યું છે. જેને કારણે પ્રદુષણ વધી રહ્યું છે. એટલે જ પર્યાવરણની સુરક્ષા એક મહત્વનો મુદ્દો ગયો છે. પર્યાવરણની સુરક્ષા માટે પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરી દેવો અને પ્લાસ્ટિકને રિસાયકલ કરવું ખૂબ જ જરૂરી બની ગયું છે. ત્યારે હવે પ્લાસ્ટિકને રિસાયકલ કરીને ઘણી ઉપયોગી વસ્તુઓ બનાવવામાં આવી રહી છે.

પ્લાસ્ટિકને રિસાયકલ કરીને તેમાંથી ઉપયોગી વસ્તુ બનાવવાનો કારનામો હૈદરાબાદના એક વ્યક્તિએ કરી બતાવ્યો છે કે જાણી ચોંકી ઉઠશો. હૈદરાબાદના રહેવાસી 45 વર્ષીય પ્રોફેસર સતીશ કુમારે પ્લાસ્ટિકથી પેટ્રોલ બનાવવો દાવો કર્યો છે. સતીશ મિકેનિકલ એન્જીનિયર છે અને તેમનું કહેવું છે કે માત્ર ત્રણ પ્રક્રિયામાંથી પસાર થઈને પ્લાસ્ટિકથી પેટ્રોલ બની શકે છે. તેમને પ્લાસ્ટિકથી પેટ્રોલ બનવાની આ પ્રક્રિયાને પ્લાસ્ટિક પાયરોલિસિસ નામ આપ્યું છે.

સતીશ કુમારે હાઇડ્રોક્સી પ્રાઇવેટ લિમિટેડ નામની એક કંપની પણ બનાવી છે, જે પ્લાસ્ટિકને રિસાયકલ કરીને ડીઝલ, વિમાનનું ઇંધણ અને પેટ્રોલ બનાવે છે. આ કંપની અતિલઘુ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત રજીસ્ટર પણ છે. સતીશ કુમારની આ શોધ અનુસાર, જો પ્લાસ્ટિકને અપ્રત્યક્ષ રૂપથી ગરમ કરવામાં આવે તો એ પોતાના સંઘટકોમાં વિભાજીત થઇ જાય છે. આ પછી ગામીકરણ અને પરમાણુ સંયોજનની પ્રક્રિયાથી પસાર થઈને પેટ્રોલ બનાવી શકાય છે.

સતીશ કુમાર અનુસાર, 500 કિલો પ્લાસ્ટિક કે જેને ફરીથી પોતાના મૂળ રૂપમાં લાવી શકાય એમ નથી, એને 400 લીટર પેટ્રોલમાં બદલી દેવામાં આવે છે. પ્લાસ્ટિકમાંથી પેટ્રોલ બનાવવાની આ આખી પ્રક્રિયામાં પાણીનો ઉપયોગ નથી થતો પણ પાણીને વેસ્ટ તરીકે કાઢવામાં આવે છે.

સતીશ કુમારે જણાવ્યા અનુસાર, આ પ્રક્રિયા વેક્યૂમમાં થાય છે. આનાથી હવાનું પ્રદુષણ પણ નથી થતું. 2016થી લઈને અત્યાર સુધીમાં તેઓ 50 ટન પ્લાસ્ટિકને પેટ્રોલમાં બદલી ચુક્યા છે. સતીશ એવા પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે જેને ફરીથી ક્યારેય વપરાહમાં જ નથી લઇ શકાતું. રોજ લગભગ 200 કિલો પ્લાસ્ટિકથી 200 લીટર પેટ્રોલ કાઢે છે. સતીશ કુમાર આ પેટ્રોલ સ્થાનીય ઉદ્યોગોને 40-50 રૂપિયા પ્રતિ લિટરમાં વેચી રહયા છે. આ પેટ્રોલનો ઉપયોગ PVC અને PETના બધા જ પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને પેટ્રોલ બનાવી શકાય છે. જો કે આ પેટ્રોલનો ઉપયોગ વાહનોમાં થઇ શકે કે નથી એનો પ્રયોગ કરવાનો હજુ બાકી છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks