આ પ્રોફેસરે લગાવ્યો ગજબનો આઈડિયા, પંખા ઉપર ફાંસીના ફંદે લટકી જનારાને બચાવવા માટે બનાવ્યો એવો અનોખો પંખો કે જોઈને તમે પણ કરશો સલામ

આજે દેશભરમાં આપઘાતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે,  ખાસ કરીને યુવાવર્ગ આપઘાતના રસ્તા ઉપર કોઈ નાની અમથી બાબતને લઈને પણ ચાલ્યા જતા હોય છે, અને સહેજ નાની અમથી વાતમાં પોતાનું જીવન પણ ટૂંકાવી લેતા હોય છે. મોટાભાગના કિસ્સાઓમાં આપઘાત પંખા ઉપર લટકીને કરવામાં આવતો હોય છે, પરંતુ હવે આ સમસ્યાનો ઉકેલ પણ એક પ્રોફેસરે શોધી લીધો છે.

મોટાભાગે આત્મહત્યા સીલિંગ ફેન સાથે લટકીને કરવામાં આવે છે. આ કારણે ઈન્દોરના પ્રોફેસરે એક એવો પંખો તૈયાર કર્યો છે જે ફાંસી લગાવતા જ નીચે આવી જશે. તે અજીબ લાગશે પણ તે સાચું છે. આવો જાણીએ કેવી રીતે તૈયાર થાય છે આ પંખો અને શું છે તેની ખાસિયત. ઈન્દોરના SGSITSના પૂર્વ પ્રોફેસર અને ડાયરેક્ટર ડૉ. પીકે ચાંદે આ ફેન બનાવ્યો છે. ત્રણ વર્ષની મહેનત બાદ આ ફેન તૈયાર થયો છે. પ્રોફેસર ડૉ. ચાંદે જણાવ્યું કે 1892માં જર્મન એન્જિનિયર ફિલિપ એચ. ડાહીએ સીલિંગ ફેન બનાવ્યો હતો, ત્યારે કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે આ હવાનો પંખો માણસનો જીવ પણ લેશે.

તેમને આગળ જણાવ્યું કે સફાઈ કરતી વખતે મેં મારા સંબંધી અને પાડોશીનો પંખો પડતો જોયો. આવી જ રીતે પડી જવાથી એક સંબંધીની કરોડરજ્જુ તૂટી ગઈ હતી. રોજેરોજ લોકો પંખાથી લટકીને આત્મહત્યા કરી રહ્યા છે. મેં વિચાર્યું કે આપણે એવો પંખો બનાવીએ, જે સરળતાથી નીચે આવી શકે અને ફરી ઉપર જઈ શકે. ઘણા મહિનાઓના સંશોધન પછી, મેં પંખાના બે મોડ્યુલ તૈયાર કર્યા. જ્યારે તે સફળ થયું, ત્યારે તેનો અંતિમ પ્રોટોટાઇપ તૈયાર કરવામાં આવ્યો. તેની સિસ્ટમની કિંમત 400થી 500 રૂપિયા છે.

પંખાને એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યો છે કે જો કોઈ વ્યક્તિ પંખે લટકાવવાનો પ્રયત્ન કરે તો નીચે આવી જાય. વ્યક્તિ ગયા પછી, તે પાછો ઉપર જશે. આ પંખો SGSITS ના CIDI (ઈન્ક્યુબેશન સેન્ટર)ની મદદથી બનાવવામાં આવ્યો છે. આ પંખો ત્રણ મિકેનિકલ સિસ્ટમ દ્વારા કામ કરે છે. પ્રથમ સિસ્ટમ ઇલેક્ટ્રિક કપ્લર છે, બીજી સિસ્ટમ ટ્રાઇ મોડ્યુલર લોક છે અને ત્રીજી સિસ્ટમ ટેલિસ્કોપિક પાઇપ છે.

આ પંખામાં મુખ્ય સિસ્ટમ મોડ્યુલર લોક છે, જેથી પંખો ધક્કો મારીને નીચે ન પડી જાય. લોક ત્રણ વખત ખુલે છે અને પાછા ઉપર ગયા પછી બંધ થાય છે. પંખાનું નામ સિમ ડિવાઈસ (સેફ ઈઝી ઈફેક્ટિવ મેન્ટેનન્સ ઓફ સીલિંગ ફેન) છે. કારણ કે તે ખૂબ જ સલામત અને ઉપયોગમાં સરળ છે.

જો કે ત્રણ વર્ષમાં તેની સિસ્ટમ બનાવવામાં 7 થી 8 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો, પરંતુ તેની સિસ્ટમની કિંમત 400 થી 500 રૂપિયા છે. પ્રોફેસર ડૉ. ચાંદે SGSITS ના નિયામક તેમજ મૌલાના આઝાદ સંસ્થા અને NMIS ના નિયામક રહી ચુક્યા છે. તેમણે આઈઆઈએમ ઈન્દોર અને જાપાન યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે પણ કામ કર્યું છે. નિવૃત્તિ બાદ સીએસ માઇન્ડ નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું.

Niraj Patel