ગુજરાતના જામનગર શહેરના મહિલા કોલેજના પ્રોફેસરે તેની કોલેજમાં અભ્યાસ કરતી વિધાર્થીની સમક્ષ પ્રસ્તાવ રાખી મળવા બોલાવતાં જોગર્સ પાર્ક પાસે યુવતીના બોયફ્રેન્ડ અને તેના મિત્રોએ આવી પ્રોફેસરને માર મારી અપહરણ કરી લઇ જઇ તેની પાસેથી રૂપિયા દોઢ લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાતાં ભારે ચકચાર મચી જવા પામી છે. સીટી બી ડિવિઝન પોલીસે આરોપીઓની અટકાયત કરી લીધી છે.

જામનગરની એ.કે.દોશી મહિલા કોલેજમાં અંગ્રેજીના પ્રોફેસર તરીકે નોકરી કરતા વિપુલ વિનોદભાઇ કપુરને કોલેજમાં ટીવાય બીકોમમાં અભ્યાસ કરતી યુવતી પસંદ પડી હતી અને તેમણે તે વિદ્યાર્થીનીને 9 સપ્ટેમ્બરના રોજ જોગસ પાર્ક વિસ્તારમાં બોલાવી હતી. 15 દિવસ પહેલા યુવતી સામે તેમણે લાગણીનો પ્રસ્તાવ મુકયો હતો. જે બાબતે યુવતીએ બોયફેન્ડ હોવાનું જણાવ્યુ હતુ અને તેમ છત્તાં પણ પ્રોફેસરે તેની સાથે સબંધો ચાલુ રાખ્યા. 9 સપ્ટેમ્બરના રોજ પ્રોફેસરે તે યુવતીને એકાતમાં મળવા માટે બોલાવી, જે બાદ બન્ને આઇસ્ક્રીમ ખાવા માટે જોગર્સ પાર્કે મળ્યા હતાં. જયાં તેનો બોયફેન્ડ મનોજ ગઢવી આવી ગયો હતો.
પ્રોફેસરને જાપટમારી બળજબરી પૂર્વક ગાડીમાં બેસાડી દીધા હતા અને તેણે પ્રોફેસરનું અપહરણ કરી લીધું. આરોપીઓએ તેનું અપહરણ કર્યા બાદ તેની પાસેથી ખંડણીના રૂપિયા પણ માગ્યા જેમા પ્રોફેસરે દોઢ લાખ આપ્યા ત્યારે તેને છોડવામાં આવ્યો. ગભરાઇ ગયેલા પ્રોફેસરે તેના સસરાને વાત કરી હતી અને દોઢ લાખ રૂપિયાની વ્યવસ્થા થઈ જતાં તેને કાલાવડ રોડ પર પૈસા આપના બોલાવ્યા હતા, અને પૈસા લીધા પછી પ્રોફેસરને ત્યાંથી છોડી મુકવામાં આવ્યા હતા. પ્રોફેસરને માર મારી છરીની અણીએ મોબાઇલ ફોનમાં કેટલીક કબૂલાતોનો વિડીયો પણ આરોપીઓએ બનાવ્યો હતો.

પ્રોફેસર આ બનાવથી હેબતાઇ ગયા હતા અને આખરે તેમણે ઘરે આવી પત્ની અને મિત્રો સમક્ષ વાત કરી હતી અને તે બાદ તેઓએ હિમત આપી હોવાથી આખરે મામલો સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યો હતો, અને જ્યાં ચારેય શખ્સો સામે અપહરણ, મારજૂટ અને પૈસા પડાવ્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી. પ્રોફેસરના અપહરણ પ્રકરણમાં પોલીસે મનોજ ગઢવી, જયપાલસિંહ ઝાલા તથા અન્ય બે શખસોને ઝડપી લીધા છે.