OMG: પુરી દુનિયામાં માત્ર 112 લોકો જ કરે છે આ નોકરી, જાણો એવું તો વળી શું કામ છે

0

પહેલાના જમાનામાં નોકરી કરવા માટે ગણ્યા-ગાંઠયા જ ક્ષેત્ર હતા. જેમાંથી જ લોકોએ કરિયર બનાવવા માટે પસંદગી કરવી પડતી હતી. પરંતુ આજે પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. આજે જ્યાં જોઈએ ત્યાં નવા-નવા ક્ષેત્રના નોકરીની તકો ઉભી થતી હોય છે. ઉદારીકરણ આવ્યા બાદ નોકરીઓમાં ઘણા ક્ષેત્રનો ઉમેરો થયો છે. આજે બધા ક્ષેત્રમાં લોકો નોકરી લેવા માટે પડાપડી કરતા હોય છે. પરંતુ એવું એક ક્ષેત્ર છે. જેમાં ફક્ત દુનિયાભરમાંથી 122 લોકો જ કામ કરે છે.

Image Source

દુનિયામાં એક એવું ક્ષેત્ર છે જેમાં ફક્ત 122 લોકો જ કામ કરે છે તે ક્ષેત્ર છે પાણીના ટેસ્ટિંગનું. જે રીતે જમવાનું ટેસ્ટિંગ અને વાઈનનું ટેસ્ટિંગ થતું હોય છે. તેવી જ રીતે હવે પાણીના ટેસ્ટીંગનું ક્ષેત્ર સામે આવ્યું છે.

Image Source

ઘણા ઓછા લોકોને ખબર હોય છે કે, પાણીના પણ અલગ-અલગ ટેસ્ટ હોય છે. જેમાં ફ્રૂટી, વુડી, હલ્કા પાણીનો સમાવેશ થાય છે. એક રિપોર્ટ અનુસાર, ભારતમાંથી આ પ્રોફેશનમાં ફક્ત એક જ વ્યક્તિ છે. જેનું નામ છે ગણેશ અય્યર. ગણેશ અય્યર દેશના એક જ સર્ટિફાઈડ વોટર ટેસ્ટર છે. ગણેશે આ ક્ષેત્ર બાબતે જણાવ્યું હતું કે, આવનારા 5થી 10 વર્ષમાં પાણીના સેક્ટરમાં ઘણી ડિમાન્ડ હશે.

Image Source

ગણેશ અય્યરે જણાવ્યું હતું કે, જાતે અમને લોકો પૂછે છે કે ક્યાં પ્રોફેશનમાં છો તો તેના જવાબમાં અમે કહીએ છીએ કે, હું એક વોટર ટેસ્ટર છું. આ સાંભળીને લોકો બહુજ હસે છે. કારણકે આપણાં દેશમાં શુદ્ધ પાણીની એટલી ખામી છે, તો બીજી તરફ હું વોટર ટેસ્ટર છું. અય્યરે બતાવ્યું હતું કે, આ સર્ટિફિકેટ કોર્ષ બાબતે મેં પહેલી વાર 2010માં જાણ્યું હતું. ત્યરબાદ ગણેશે જર્મનીના એક ઇન્સ્ટિટ્યૂટ Doemens Academy in Graefelfingમાંથી આ સર્ટિફિકેટ કોર્ષ કર્યો હતો.

Image Source

ગણેશ અય્યરના અનુસાર, પાણીની અલગ-અલગ પહેચાન હોય છે. તે તેની રીતે યુનિક હોય છે. તેના ફાયદા અને ટેસ્ટ પણ અલગ-અલગ હોય છે. ગણેશનું કહેવું છે કે, આવનારા દિવસોમાં રેસ્ટોરન્ટના ધંધામાં આ પ્રોફેશનની ઘણી જરૂરિયાત હશે. ગણેશ બેવરેક કંપની Veenના ભારત અને ભારતીય ઉપમહાદ્વીપના ઓપરેશન નિર્દેશક છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here