દયાબેનની વાપસીને લઇને પ્રોડ્યુસર અસિત મોદીએ કહી દીધી મોટી વાત, જાણો

દયાબેનની વાપસી પર પ્રોડ્યુસરે કહી દીધી આ સ્પષ્ટ વાત, કહ્યુ- વાપસીની રાહ જોઇ રહ્યા છીએ પરંતુ..

ટીવીનો લોકપ્રિય અને ચર્ચિત શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 13 વર્ષોથી સતત દર્શકોનું મનોરંજન કરતો રહ્યો છે. આ શોના દરેક પાત્રોએ દર્શકોના દિલમાં એક ખાસ ઓળખ બનાવી લીધી છે. આ શોમાં છેલ્લા કેટલાક વર્ષોથી દર્શકો દયાભાભીની વાપસીની રાહ જોઇ રહ્યા છે, ત્યારે દયાબેનની વાપસીને લઇને પ્રોડયુસરે વાત કહી છે.

દયાબેનની વાપસીને લઇને હાલમાં જ જયારે તારક મહેતાના પ્રોડયુસર અસિત મોદીને સવાલ કરવામાં આવ્યો તો તેમણે આ વિશે ખુલીને પોતાની વાત કહી. ઇ ટાઇમ્સ સાથે વાતચીતમાં અસિત મોદીએ કહ્યુ, મને લાગે છે હવે મારે જ દયાબેન બની જવુ જોઇએ. તેમની વાપસીનો સવાલ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. તેમણે કહ્યુ કે, તે ઘણા સમયથી દિશાની વાપસીની રાહ જોઇ રહ્યા છે.

તેમણે કહ્યુ કે, મેકર્સ દિશા વાકાણીની વાપસીની રાહ જોઇ રહ્યા છે. પરંતુ જો અભિનેત્રી શો છોડવાની ઇચ્છા વ્યક્ત કરે છે તો શો નવી દયાબેન સાથેે આગળ વધશે.અસિત મોદીએ આગળ કહ્યુ કે, મને લાગે છે આ સમયે દયાબેનની વાપસી અને પોપટલાલનાા લગ્ન જરૂરી નથી.

આ મહામારીમાં કેટલીક જરૂરી સમસ્યાઓ છે જે મેટર કરે છે. તેમણે કહ્યુ કે, આ સમયે આપણે સેફટી પ્રોટોકોલનું ખાસ ધ્યાન રાખવું જોઇએ અને સેફટી પ્રોટોકોલ સાથે શુટિંગ જરૂરી છે.

તમને જણાવી દઇએ કે, દિશા વાકાણી વર્ષ 2017માં મેટરનીટી લીવ માટે શોથી બ્રેક લીધો હતો. તે બાદ તે શોમાં પાછી આવી નથી. ઉલ્લેખનીય છે કે, મુંબઇમાં શોની શુટિંગ પર પ્રતિબંધ લાગવા પર બીજા શહેરોમાં જઇને સીરિયલ્સનું શુટિંગ કરવામાં આવી રહ્યુ છે.

Shah Jina