શૈલેષ લોઢા છોડી રહ્યા છે “તારક મહેતા” શો ? પ્રોડ્યુસર અસિત મોદીએ આપ્યો જવાબ
પ્રખ્યાત ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં તારક મહેતાની ભૂમિકા ભજવીને લોકપ્રિયતા મેળવનાર અભિનેતા શૈલેષ લોઢાએ શોને અલવિદા કહી દીધું છે. છેલ્લા બે દિવસથી તે આ સમાચારને લઇને ચર્ચામાં છે. આ સમાચારો વચ્ચે તેમણે એક ક્રિપ્ટિક પોસ્ટ પણ શેર કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે શોમાં તેના ટ્રેકથી ખુશ નહોતો. આ બધા વચ્ચે હવે નિર્માતા અસિત કુમાર મોદીએ અલગ જ નિવેદન આપ્યું છે. તેમણે શૈલેષના શો છોડવાના સમાચારને નકારી કાઢ્યા છે અને એમ પણ કહ્યું છે કે તેમની પાસે આવી કોઈ માહિતી નથી.
જો કોઈ સમસ્યા હશે તો તેનું નિરાકરણ આવશે. હવે આ સમાચાર વાંચ્યા પછી તારક મહેતાના ચાહકોને ચોક્કસપણે થોડી રાહત મળશે! ઉલ્લેખનીય છે કે, શૈલેષ લોઢાના શો છોડવાના સમાચાર વચ્ચે સોશિયલ મીડિયા પર તેમણે એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમણે લખ્યું હતું, હસીબ સોઝ સાહેબનો એક શેર કમાલનો છે. યહાં મજબૂત સે મજબૂત લોહા તૂટ જાતા હે, કઇ ઝૂઠે ઇકઠ્ઠે હો તો સચ્ચા તૂટ જાતા હે. શૈલેષ લોઢાના શઓ છોડવાની અફવાઓ પર શોના નિર્માતા આસિત મોદીએ આજતક સાથે ખાસ વાત કરતા કહ્યું કે મને સમજાતું નથી કે આ કોણ છે જેઓ અફવાઓ ફેલાવી રહ્યા છે.
ન તો શૈલેષ લોઢાએ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું છે કે ન તો મેં ક્યારેય આવું કંઈ કહ્યું છે, પરંતુ છેલ્લા બે દિવસથી આ સમાચારે મને પરેશાન કરી દીધો છે. જો કંઈપણ થશે, તો તે ચોક્કસપણે જાણ કરવામાં આવશે. અસિત વધુમાં કહે છે કે શૂટિંગ કોઈ સેટ પર નથી, પરંતુ તે એક પરિવાર જેવો શો રહ્યો છે. મેં છેલ્લા 14 વર્ષથી ટીમને વ્યસ્ત રાખવાનો પ્રયાસ કર્યો છે. પરિવાર હશે તો ઉતાર-ચઢાવ આવશે. દરેક દિવસ સારો ન હોઈ શકે. શો દરેક માટે સમાન છે અને તેના નિયમો પણ દરેક માટે સમાન છે.
તેમાં જોડાનાર વ્યક્તિએ શિસ્તમાં ચાલવું પડશે. તેઓ જે ઈચ્છે છે તે કોઈ કરી શકતું નથી. આ પ્રકારની અફવા ચિંતાજનક છે. મેં હંમેશા પ્રયત્ન કર્યો છે કે કોઈ મારાથી નાખુશ ન રહે. જો કોઈ સમસ્યા હોય, તો અમે તેને ઉકેલવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું. જણાવી દઇએ કે, દિશા વાકાણી વર્ષ 2017માં મેટરનીટી લિવ પર ગઇ હતી, તે હજી સુધી પરત આવી નથી. તેના શો છોડવાના અને શોમાં પરત આવવાના સમાચાર અવાર નવાર આવતા રહે છે.
તારક મહેતામાં અંજલી ભાભીનું પાત્ર નિભાવતી નેહા મહેતાએ પ્રોડક્શન હાઉસ સાથેની સમસ્યાઓના કારણે કેટલાક સમય પહેલા શો છોડી દીધો હતો. આ સિવાય સિરિયલ સાથે જોડાયેલા અન્ય કેટલાક પાત્રોએ પણ વર્ષોથી શો છોડી દીધો છે. તેમની જગ્યાએ નવા એક્ટર્સ પણ આવ્યા છે અને શો પણ સારો એવો ચાલી રહ્યો છે.