ખબર

કન્યા લીધા વગર જ પાછી જતી રહી જાન: લગ્નનો જમણવારમાં ખામી શોધતા વરરાજાના જીજાજીને જમવાનું પસંદ ના આવ્યું

મોટા ભાગના લગ્નમાં આપણે જોઈએ છીએ કે ઘરના કોઈ સગા સંબંધીઓ કોઈને કોઈ વાતથી નારાજ  થતા જ હોય છે. ઘણીવાર આવા સગા સંબંધીઓની નારાજગીના કારણે લગ્ન પણ તૂટી જતા હોય છે, પરંતુ અલીગઢમાં એક વિચિત્ર જ મામલો સામે આવ્યો છે, જેમાં જાનના લોકોને જમણવાર પસંદ ના આવતા  કન્યા લીધા વિના જ જાનને પાછી લઈને ચાલ્યા ગયા હતા.

Image Source (પ્રતીકાત્મક તસ્વીર)

પ્રાપ્ત માહિતી અનુસાર બુલંદશહેરના ખુર્જાથી બુધવારે સિકંદરપુર કોટા ગામની અંદર જાન આવી હતી. મોડી રાત્રે લગ્નના બધા જ રિવાજો પણ પૂર્ણ થઇ ગયા હતા. જાનૈયાઓ ડીજે ઉપર ડાન્સ પણ કરી રહ્યા હતા. ત્યારે જ વરરાજાના બનેવીએ જમવા ઉપર સવાલ ઊભા કરીને હોબાળો મચાવી દીધો. આ હોબાળો એટલો મોટો બની ગયો કે ડીજે પણ બંધ કરાવી દીધું.

Image Source (પ્રતીકાત્મક તસ્વીર)

બધા જ સંબંધીઓ વરરાજાના જીજાજીને સમજાવવામાં લાગી ગયા. કન્યાનો ભાઈ પણ તેમને સમજાવવા લાગ્યો. પરંતુ વાત સુધરવાની જગ્યાએ વધારે બગડી ગઈ અને આખી ઘટના મારપીટમાં બદલાઈ ગઈ ત્યારબાદ પોલીસને પણ ફોન કરી દેવામાં આવ્યો.

Image Source (પ્રતીકાત્મક તસ્વીર)

આ ઘટનાની જાણ થતા પોલીસ પણ તરત જ ઘટના સ્થળે આવી ગઈ. પોલીસ આવવા છતાં આ વિવાદ શાંત ના થયો. વરરાજાના જીજાજીને અને કન્યાના ભાઈને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા. ત્યારબાદ પરિવાર અને ગામના લોકો પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા. જ્યાં લગ્નના બાકી વિધિ પૂર્ણ કરાવવા માટેના પ્રયાસો થયા, પરંતુ વાત આગળ ના વધી.

Image Source (પ્રતીકાત્મક તસ્વીર)

પોલીસ સ્ટેશનમાં પણ એ વાત ઉપર જ સમજૂતી થઇ કે હવે લગ્ન નહિ થાય. આ દરમિયાન વરરાજા પક્ષ તરફથી જમવામાં થયેલા ખર્ચને પણ આપી દેવામાં આવ્યો. ત્યારે જઈને વાત કંઈક થાળે પડી અને જાન કન્યા લીધા વગર જ પાછી ફરી.