ખબર જાણવા જેવું

ચેતવણી! એકથી વધુ છે બેન્ક એકાઉન્ટ, તો થઇ જાઓ સાવધાન, થઇ શકે છે મોટું નુકશાન

સામાન્ય રીતે જોવામાં આવે છે કે પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરતા લોકો પાસે ઘણીવાર બે-ત્રણ બેન્કના ખાતા હોય છે. જયારે પણ નોકરી બદલે એટલે એક નવું સેલરી એકાઉન્ટ ખુલી જાય છે. ઘણીવાર જૂનું એકાઉન્ટ ચાલી જાય છે અને ઘણીવાર જે-તે કંપનીઓનું જે-તે બેન્ક સાથે ટાઇઅપ હોવાના કારણે નવું ખાતું ખોલાવવું પડે છે. સમય વીતવાની સાથે એકથી વધુ બેન્ક એકાઉન્ટ મેનેજ નથી કરી શકતા, અને મુશ્કેલીઓ થવા લાગે છે. ખાસ કરીને નોકરી કરતા લોકોની સાથે આવું વધુ થાય છે. ત્યારે આજે જોઈએ એકથી વધુ બેન્ક ખાતા હોય તો તમને કયા-કયા નુક્શાન થાય છે.

મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવામાં પરેશાની –

Image Source

સેવિંગ ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવાનો નિયમ હોય છે. જો તમે તેમ ન કરો તો, બેંક તમારી પાસેથી દંડ વસૂલી શકે છે. ઘણી ખાનગી બેંકોમાં, જ્યાં મિનિમમ બેલેન્સની રકમ 10 હજાર રૂપિયા સુધીની હોય છે. જયારે મોટાભાગની સાર્વજનિક બેંકોમાં હજી પણ 1 હજારનું મિનિમમ બેલેન્સ રાખવાનું હોય છે. હવે માની લો કે તમારા એક કરતા વધારે બેંક ખાતા છે, તો તમારા માટે ટેન્શન રહેવું સ્વાભાવિક છે. કારણ કે દરેકમાં તમારે મિનિમમ બેલેન્સ જાળવવું જ પડે છે અને જો ભૂલી જાઓ તો પેનલ્ટી ભરવી પડે છે.

નહિ મળે સારું વ્યાજ –

Image Source

જયારે એક કરતા વધુ બેંકમાં એકાઉન્ટ હોય અને એમાં મિનિમમ બેલેન્સ રાખવું પડે ત્યારે તમારી એક મોટી રકમ તો આ બધા ખાતામાં મિનિમમ બેલેન્સ જલાવવામાં જ ફસાઈ જશે. એ રકમ પર તમને વાર્ષિક વ્યાજ પણ વધુમાં વધુ 4-5% જ મળશે. પરંતુ જો આ જ ખાતાઓને બંધ કરાવીને એ રકમ કોઈ એક જ ખાતામાં રાખો કે પછી એ પૈસાને કોઈ અન્ય સ્કીમ જેવી કે મ્યુચ્યુઅલ ફંડમાં કે ફિક્સ ડિપોઝિટમાં રાખો તો વધુ રિટર્ન મળી શકે છે.

સેલરીથી સેવિંગમાં બદલાઈ જાય છે એકાઉન્ટ –

Image Source

જો તમે નોકરી બદલો છો અને નવી બેંકમાં પોતાનું સેલરી એકાઉન્ટ ખોલાવો છો તો જૂનું સેલરી એકાઉન્ટ બંધ કરાવવાનું ન ભૂલો. જો બેન્કના સેલરી એકાઉન્ટમાં સતત 3 મહિના સુધી સેલરી જમા નથી થતી તો એને સેવિંગ્સમાં બદલી નાખે છે. સેવિંગ એકાઉન્ટમાં બદલાયા બાદ તમારા ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવાનો નિયમ પણ લાગુ પડી જાય છે. બેન્કના નિયમ અનુસાર, સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ જાળવવું જરૂરી છે. જો તમે આ જાળવશો નહીં, તો તમારે પેનલ્ટી ભરવી પડી શકે છે નહિ તો બેંક તમારા ખાતામાં જમા કરેલી રકમમાંથી પૈસા કાપી શકે છે.

ઈન્ક્મટેક્સ ભરવામાં મુશ્કેલી –

Image Source

જો તમારી પાસે એક કરતા વધારે બેંક ખાતા છે, તો ઈન્ક્મટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવકવેરા રીટર્ન ફાઇલ કરતી વખતે, તમારે તમારા બેંક ખાતા વિશે માહિતી આપવી પડશે. ત્યારે માની લો કે તમે કોઈ ખાતા વિશેની માહિતી આપવી ભૂલી ગયા તો તમારે ભવિષ્યમાં સ્ક્રૂટિની થવા પર મુસીબતનો સામનો કરવો પડી શકે છે. ત્યારે ઈન્ક્મટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે બધા જ ખાતાની જાણકારી ભેગી કરવા અને એના બેન્ક સ્ટેટમેન્ટ્સ આપવામાં પરેશાની થઇ શકે છે. આવી સ્થિતિમાં ફસાઈ જવા કરતાં સારું છે કે માત્ર એક જ ખાતું રાખો.

ચૂકવવો પડી શકે છે વધારાનો ચાર્જ –

Image Source

એક કરતા વધુ બેંક ખાતા હોવાને કારણે વધુ નુકસાન થાય છે. બેંક ગ્રાહકોને ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ સિવાયની બેન્કિંગ સુવિધાઓ માટે ચાર્જ લે છે. ત્યારે ઘણાં બેંક ખાતા હોવાના કિસ્સામાં, તમારા પૈસા ગુમાવવાની સંભાવના વધી જાય છે.

ક્રેડિટ સ્કોર થાય છે ખરાબ –

Image Source

એકથી વધુ નિષ્ક્રિય ખાતા હોવાથી તમારા ક્રીડિત સ્કોર પર પણ એની ખરાબ અસર થાય છે. તમારા ખાતામાં મિનિમમ બેલેન્સ ન હોવાથી ક્રેડિટ સ્કોર ખરાબ થાય છે. એટલે ક્યારેય પણ નિષ્ક્રિય ખાતાને હલકામાં ન લો અને નોકરી છોડવાની સાથે જ એ ખાતાને બંધ કરાવી લો.

સુરક્ષાની દ્રષ્ટિએ નથી યોગ્ય –

Image Source

સુરક્ષાની દ્રષ્ટિએ પણ એકથી વધુ બેંકમાં ખાતા હોવું સુરક્ષિત નથી. દરેક વ્યક્તિ બેન્ક એકાઉન્ટનું સંચાલન નેટ બેન્કિંગ દ્વારા કરે છે અને એવામાં બધા જ પાસવર્ડ યાદ રાખવા મુશ્કેલ હોય છે. નિષ્ક્રિય એકાઉન્ટનો ઉપયોગ ન કરવાથી એની સાથે ફ્રોડ કે છેતરપિંડી થવાના ચાન્સ વધી જાય છે. કારણ કે તમે લાંબા સમય સુધી એનો પાસવર્ડ નથી બદલતા. એનાથી બચવા માટે એકાઉન્ટ બંધ કરવો અને એનું નેટ બેન્કિંગ પણ બંધ કરાવો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.