લગ્ન કરવામાં આવી રહી છે સમસ્યા ? શું સંબંધ બંધાતા જ તૂટી જાય છે ? તો કરો આ ઉપાય, થશે ફાયદો
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
Problems Coming In Marriage And Upay : જ્યોતિષ શાસ્ત્રની અંદર જીવનમાં આવતી સમસ્યાઓ માટે ઘણા બધા ઉપાય સુજવવામાં આવે છે, જો આ ઉપાયો કરવામાં આવે તો ઈશ્વરને પણ રાજી કરી શકાય છે અને જીવનમાં આવતી તકલીફો પણ દૂર થઇ જતી હોય છે. ઘણા લોકો આર્થિક સંકટ, પારિવારિક ઝઘડા અને એવી કેટલીય સમસ્યાઓથી હેરાન થતા હોય છે, ત્યારે કેટલાક જ્યોતિષી ઉપાય તેમના માટે પણ લાભકારક નિવળતા હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું લગ્નમાં આવતા અવરોધો અથવા તો લગ્ન ના થતા હોય તો શું કરવું ?
ભારતીય સંસ્કૃતિમાં લગ્નને સંસ્કાર તરીકે જોવામાં આવે છે. એવું કહેવાય છે કે જોડીઓ ઉપરથી બને છે. પરંતુ ઘણી વખત એવું જોવા મળે છે કે છોકરો કે છોકરી લગ્ન લાયક બની ગયા છે, પરંતુ કોઈ ને કોઈ કારણસર લગ્ન નક્કી કરવામાં સતત વિલંબ થતો રહે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લગ્નમાં વિલંબ થવાનું કારણ કુંડળી દોષ હોઈ શકે છે. જ્યોતિષશાસ્ત્રમાં મંગળ, શનિ, સૂર્ય, રાહુ અને કેતુને લગ્નમાં વિલંબના કારક કહેવામાં આવ્યા છે.
જો કુંડળીના સાતમા ભાવમાં અશુભ અને ક્રૂર ગ્રહ સ્થિત હોય અને સાતમા ભાવની નબળાઈ લગ્નમાં વિલંબનું કારણ બને છે. જે લોકો ખૂબ જ શુભ હોય છે તેમના લગ્ન 28 વર્ષ પછી થવાની સંભાવના છે. જો કુંડળીના સાતમા ભાવમાં ઉતરતા ગ્રહ શનિ, મંગળ અને રાહુ સ્થિત હોય તો લગ્નમાં વિલંબ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આજે અમે તમને કેટલાક એવા ચોક્કસ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી વહેલા લગ્નની શક્યતાઓ વધી જશે.
ગુરુવારે કરો આ ઉપાય :
ગુરુવારે ભગવાન ગુરુની પૂજા કરવાથી વહેલા લગ્નની શક્યતા વધી જાય છે. ગુરુવારે ભગવાન બૃહસ્પતિની પૂજા અવશ્ય કરો. ભગવાન બૃહસ્પતિને પીળા વસ્ત્રો, હળદર, પીળા ફળ, પીળા ફૂલ, ચણાની દાળ અને કેળા અર્પણ કરો.
આ મંત્રનો કરો જાપ :
કન્યાના લગ્નમાં આવતા અવરોધોને દૂર કરવા માટે શિવલિંગની સામે પાંચ નારિયેળ રાખો અને ‘ઓમ શ્રીં વર પ્રદાય શ્રી નમઃ’ મંત્રનો પાંચ વખત જાપ કરો. જાપ કર્યા પછી પાંચેય નારિયેળ શિવલિંગને અર્પણ કરો. આમ કરવાથી જલ્દી જ લગ્ન થવાની સંભાવના બની જાય છે.
નહાતી વખતે કરો આ કામ :
ગુરુવારે તમારે તમારા નહાવાના પાણીમાં થોડી પીસી હળદર નાખીને સ્નાન કરવું જોઈએ. ભોજનમાં પીળી વસ્તુઓ અને કેસરનું સેવન કરવાથી પણ વહેલા લગ્નની શક્યતા વધી જાય છે.
ભગવાન શિવ-પાર્વતી અને ગણેશની કરો પૂજા :
વહેલા વિવાહની મનોકામના પૂર્ણ કરવા માટે દરરોજ સવારે ભગવાન ગણેશની સાથે રિદ્ધિ-સિદ્ધિની પૂજા કરો. લગ્ન કરવા યોગ્ય છોકરીઓએ દેવી પાર્વતીની પૂજા દરમિયાન લગ્નની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં