વરસાદની ચિંતામાં બેઠેલા ખેડૂતો માટે આવ્યા રાહતના સમાચાર, આ તારીખે ધરતી થઇ જશે રેલમછેલ, જાણો હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાંથી વરસાદે જાણે વિદાય લઇ લીધી હોય તેમ લાગી રહ્યું છે. ઓગસ્ટ મહિનાના 16 દિવસ વીતવા છતાં પણ હજુ વરસાદ ગુજરાત પાસે સંતાકૂકડી રમી રહ્યો છે, ખેડૂતો પણ વરસાદની આશાએ બેઠા છે, ત્યારે હાલ ખેડૂતો માત્યે ખુશખબરી આવી રહી છે. ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થઈ રહ્યું હોવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 17 અને 18 ઓગસ્ટથી ગુજરાત તથા રાજસ્થાનમાં વરસાદની સંભાવના છે. ખાનગી હવામાન એજન્સી સ્કાઇમેટની આગાહી મુજબ, 17મી ઓગસ્ટ સુધીમાં બંગાળની ખાડી પર લો પ્રેશર સર્જાઈ રહ્યું છે, એ પશ્ચિમ તરફ આગળ વધશે. પરિણામે, 17 અને 18મી ઓગસ્ટે રાજસ્થાન સાથે ગુજરાતના અમદાવાદ, વડોદરા, પંચમહાલ, સુરત, વલસાડ, ભાવનગર તથા અમરેલીમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતની અંદર વરસાદ ખેંચાઈ જવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોએ ડાંગર, કપાસ, મગ સહિતના પાકનું વાવેતર ખેૂડતોએ ઊંચા જીવે કર્યું છે. ખેડૂતો વાવણીલાયક વરસાદની રાહ જોઇ રહ્યા છે. વરસાદ ખેંચાતાં 1લી જૂનથી 13 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની 49 ટકા ઘટ છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં 46 ટકા વરસાદની ઘટ હોવાનું સ્કાઇમેટનું કહેવું છે.

Niraj Patel