ગયા વર્ષના સૌથી શાહી લગ્ન હતા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીના શ્લોકા મહેતા સાથેના લગ્ન. પણ શું તમે જાણો છો કે જે રીતે આને અરેન્જ્ડ મેરેજ બતાવવામાં આવ્યા છે એ રીતે આ લગ્ન અરેન્જ્ડ ન હતા. મોટેભાગના લોકો એવું માને છે કે ડાયમંડ કિંગ રસેલ મહેતા અને અંબાણી પરિવારને એવું લાગ્યું કે આ બંને પરિવાર જ એકબીજાના સંબંધી બનવા માટે આદર્શ પરિવાર છે, તેથી તેઓએ પોતાના બાળકોના લગ્ન કરાવ્યા.

પણ જો અંદરની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો અંબાણી પરિવારનો આકાશ અંબાણી અને શ્લોકા મહેતા બંને એ ધીરુબાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં સાથે અભ્યાસ કર્યો હતો અને લગભગ 9 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. એ પછી જ બંનેએ આ સંબંધને આગળ વધારવાનું નક્કી કર્યું અને લગ્ન કરી લીધા.

પણ શું તમે જાણો છો કે આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન જીવનમાં પણ સામાન્ય લોકોના લગ્નજીવનમાં આવે એવી કેટલીક તકલીફો આવી શકે એમ છે. તો આજે એ જ વિશે ચર્ચા કરીએ –

1. ઉંમરનો તફાવત – ભલે આકાશ અંબાણી અને શ્લોકા મહેતા એક જ ક્લાસમાં સાથે ભણતા હતા, પણ બંનેનો ઉંમરનો તફાવત દોઢ વર્ષનો છે. ગૂગલ પર જણાવવામાં આવેલી તેમની જન્મતારીખ પ્રમાણે શ્લોકા આકાશ કરતા લગભગ દોઢ વર્ષ મોટી છે. દેખીતું છે કે અંબાણી પરિવાર પણ આપણા સામાજી સામાન્ય માન્યતા અનુસાર જ પોતાના દીકરા માટે દીકરા કરતા ઉંમરમાં થોડી નાની જ વહુ ઈચ્છતો હશે, પણ શ્લોકા તો આકાશ કરતા થોડી મોટી છે. જેમ કે અંબાણી પરિવારે તેમની દીકરી ઈશા અંબાણીના લગ્ન આનંદ પિરામલ સાથે કરાવ્યા જે ઈશા કરતા પાંચ વર્ષ મોટો છે. લોકો કહે છે કે જયારે છોકરી મોટી હોય ત્યારે તેમની કમ્પૅટિબિલિટીને નુકશાન પહોંચાડે છે. પણ જયારે લાડલા દીકરાએ છોકરી પસંદ કરી હોય તો માતાપિતાએ પણ પરવાનગી આપી દીધી હશે!

2. શ્લોકાનો સંબંધ છે નીરવ મોદી સાથે – અહેવાલો અનુસાર, શ્લોકાની આંટી નીરવ મોદી કે જે પંજાબ નેશનલ બેન્ક સાથે કરોડોની છેતરપિંડી કરીને વિદેશ ભાગી ગયો છે તેની નજીકની મિત્ર છે. જો શ્લોકાના પરિવારનું કોઈ સભ્ય નીરવ મોદી સાથે જોડાયેલું હોય તો તેની અસર શ્લોકા અને આકાશના લગ્ન જીવન પર અસર પડી શકે છે. ખાસ કરીને જયારે અંબાણી પરિવાર મીડિયાની નજરોમાં સતત રહેતો હોય ત્યારે તેમને કોઈ પણ જાતની નકારાત્મક કોમેન્ટ પરવડી શકે એમ નથી.

3. કારકિર્દી – શ્લોકા મહેતા સ્કૂલમાં ટોપર હતી, તેને પ્રિન્સ્ટન યુનિવર્સીટીમાં એન્થ્રોપોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે, પછી તેને ખ્યાતનામ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી લૉમાં માસ્ટર્સ ડિગ્રી લીધી છે. આ પછી તે 2014થી પિતાની કંપની રોઝી બ્લ્યુ ડાયમંડમાં ડિરેક્ટર તરીકે કામ કરી રહી છે. સાથે જ તે કન્નેક્ટફોર નામના એનજીઓની કો-ફાઉન્ડર પણ હતી. જયારે અંબાણી પરિવારના ત્રણેય બાળકોમાંથી સૌથી મોટો દીકરો આકાશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કામકાજ સંભાળી રહ્યો છે. ત્યારે શું શ્લોકા તેના પીઓતા સાથે કામ કરવાનું ચાલુ રાખશે? કે પછી તે આકાશના પરિવારના બિઝનેસમાં સાથ આપશે? કે પછી તે પોતાના પતિના રોજિંદા જીવનમાં મદદ કરીને સાથ આપશે અને શું તે અંબાણી પરિવારના ઘરમાં જ બેસી રહેશે કે પછી ચાર દીવાલની બહાર નીકળીને કામ કરશે?

4. એશિયાના સૌથી ધનાઢ્ય પરિવારની પરંપરા – જયારે હોલિવૂડ અભિનેત્રી મેગન માર્કલે પ્રિન્સ હેરી સાથે લગ્ન કર્યા કે એ પછી તેનું જીવન સ્વતંત્ર ન રહ્યું. શાહી પરિવારના સભ્ય હોવાના નાતે તેમના પર ઘણી પાબંદી લાગી જાય છે. બ્રિટિશ શાહી પરિવારના સભ્ય હોવાના નાતે સોશિયલ મીડિયા પર સેલ્ફી શેર ન કરી શકાય, કશું એકલા ન કરી શકાય, એકલા ઘરની બહાર ન જઈ શકાય, કે ઘાટા કલરની નેઈલપોલિશ ન કરી શકાય, કે ન તો ટૂંકા કપડા પહેરી શકાય. આટલું પૂરતું ન હોય એમ મહારાણીની સામે પોતાના પતિનો હાથ પણ ન પકડી શકાય કે જ્યા સુધી મહારાણી ઊંઘી ન જાય ત્યાં સુધી પોતે પણ ઊંઘવા ન જઈ શકે!

હવે જો આપણે વિચારીએ કે આવું જ કઈંક ડાયમંડ કિંગની દીકરી સાથે અંબાણીના સામ્રાજ્યમાં થશે કે પછી આવું થશે ત્યારે હીરો વધુ ચમકી ઉઠશે? કે પછી એ પણ સંજોગોને વશ થશે? જો કે એ તો સમય જ જણાવશે.

5. શું લાડલો દીકરો વહુનો થઈ જશે? – હવે સૌથી છેલ્લે વાત કરીએ એ વિષયની કે જે એમ તો દરેક વ્યક્તિ જાણતું જ હોય છે, પણ માનતું નથી. માતાપિતાનો સંબંધ તેમના દીકરા સાથે ખૂબ જ ગાઢ હોય છે પણ બધાને એવું જ લાગે છે કે વહુના આવ્યા પછી દીકરો વહુનો થઈ જતો હોય છે અને તેમના કહ્યામાં નથી રહેતો. તો શું અંબાણી પરિવાર દીકરા આકાશ અને વહુ શ્લોકાને સ્વતંત્રતાથી પોતાની રીતે રહેવા દેશે કે પછી તેમના પર પાબંદી લગાવી દેશે અને શ્લોકાને તેની આઝાદી છીનવાઈ જવાનો અનુભવ થશે? કારણ કે એ કોઈ પણ માતાપિતા માટે તેમનું બાળક સૌથી વધુ વ્હાલું હોય છે અને ક્યારેક આ વ્હાલ અને પ્રેમ માલિકીની ભાવના ઉપજાવે છે. જો કે એવી ઘણી વસ્તુઓ છે જે કોઈ નથી જાણતું અને સમય આવ્યે જ ખબર પડશે.
ડિસક્લેમર: ઉપરોક્ત લેખ ન તો લોકો વિશે ખરાબ ઇરાદા ધરાવવા માટે લખવામાં આવ્યો છે કે ન તો કોઈ કથિત ઘટના પ્રત્યે કોઈ નકારાત્મક લાગણી ઉભી કરવાનો પ્રયાસ કરે છે. આ કોઈ આગાહી પણ નથી. આ લેખમાં જણાવેલી બાબતો માત્ર એક દ્રષ્ટિકોણ છે.
DISCLAIMER:
The above article neither bears any bad intentions against the people spoken about nor attempts to inculcate any negative feelings towards the said event. This is not even a prediction. The write-up is a mere side angle to a particular event.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.