ગુજરાતનું એક એવું ગામ જ્યાં ભાઈ અને પિતા જ પોતાની દીકરીને કરાવે છે દેહવ્યાપાર? જાણો સત્ય

શું ખરેખર ગુજરાતના આ ગામમાં દિકરીએ બનવું પડે છે વેશ્યા, કારણકે બાપ અને ભાઈ જ કરાવે છે? જાણો સત્ય

આમ તો આપણું રાજ્ય ગુજરાત વિકસિત રાજ્યોની યાદીમાં આવે છે, બીજા રાજ્યો કરતા ગુજરાતમાં જે હાલત અને પરિસ્થિતિ તે છે ઘણી જ સારી છે, પરંતુ થોડાક વર્ષો પહેલા ઇન્ટરનેટ પર એક સમાચાર વાયરલ થયા હતા જેમાં લખ્યું હતું આપણા ગુજરાતમાં પણ એક એવું ગામ છે જ્યાં દેહવિક્રયનો ધંધો ધમધમે છે.

અને હવે તો આ ગામમાં આ દેહ વિક્રય એક પરંપરા બની ગઈ છે, તો આ ગામની બહેન દીકરીને તેમનો ભાઈ અને પિતા જ ધકેલે છે. બનાસકાંઠના થરાદ તાલુકામાં આવેલું આ વાડિયા ગામ છે. જ્યાં દીકરી જુવાન થતા જ તેના પિતા અને ભાઈ જ તેને ખરાબ ધંધામાં મોકલી આપે છે.  જાણીને નવાઈ લાગશે પરંતુ આ વાત સાચી નથી.

representative image

આ ગામમાં સરણીય સમુદાયના લોકોની બહુમતી છે, એવું પણ કહેવાય છે કે આ ગામમાં રજવાડા સમયમાં સરણીય સમુદાયની મહિલાઓ અને યુવતીઓ યુદ્ધમાં સૈનિકોને મનોરંજન પૂરું પાડતા હતા, નાચવા ગાવા ઉપરાંત તે તેમને શરીર સુખ પણ આપતા હતા અને હાલના સમયમાં પણ આ ગામની પરિસ્થિતિ બિલકુલ અલગ છે.

representative image

પહેલાના સમયમાં એવું કહેવાતું કે આ ગામમાં યુવાન યુવતી, કોઈ મહિલા કે વૃદ્ધાને પણ દેહવ્યાપારના ધંધામાં જોડાવવું પડે છે. આ ગામમાં કોઈપણ દીકરી કુંવારી માતા બને તો પણ નવાઈ નથી, ઘણી યુવતીઓ અહીંયા કુંવારી માતા બને છે. આ ગામમાં યુવતીને દુનિયાદારીની સમજ આવે એ પહેલા જ દેહવિક્રયના ધંધામાં ધકેલી દેવામાં આવે છે.

ઘણી યુવતીઓને આ દેહવિક્રયના ધંધામાં જોડાવવું ગમતું નથી હોતું, પરંતુ મજબૂરીના કારણે ઈચ્છા ના હોવા છતાં પણ તેમને જોડાવવું જ પડે છે. જો કે સત્ય કઈંક અલગ જ છે. factcrescendo ના અહેવાલ મુજબ બનાસકાંઠા જીલ્લાના SP પ્રદિપ સેજૂડ એ આપેલી માહિતી અનુસાર, ભૂતકાળમાં આ ગામમાં આ પ્રકારનુ દૂષણ હતુ પરંતુ હાલ આવું કોઈ પણ દૂષણ અહીં નથી. અને અહીંના લોકો ખેતી અને પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવે છે..

“વિચરતા સમૂદાય સમર્થન મંચ(VSSM)” નામની NGO જે 2005થી આ ગામના ઉધ્ધાર માટે કાર્ય કરી રહ્યા છે, આ સંસ્થાના ફાઉન્ડર મિત્તલબેન પટેલે જણાવ્યું હતું કે, આ ગામમાં છેલ્લા 7 વર્ષથી તેઓ સમૂહ લગ્ન કરાવી રહ્યા છે, ભૂતકાળની આ ગામની છાપને દૂર કરવા અમે અહીંના લોકોને રોજગાર આપી રહ્યા છીએ.

આઝાદી પછી બીજીવાર અહીં દીકરીનાં લગ્નની શરણાઇઓ ગૂંજી હતી. 6 વર્ષ પૂર્વે પહેલીવાર 7 દીકરીનાં લગ્ન થયાં ત્યારે ગૂંજી હતી.. જે ખરાબ ધંધા માટે બદનામ છે. અહીં લગ્ન જેવી કોઇ પરંપરા જ નથી. પણ આ ગામની સ્ત્રીઓ માટે સામાજિક કાર્યકર મિત્તલ પટેલ અને તેમનાં સહયોગી શારદાબેન ભાટી નવી આશાનું એકમાત્ર કિરણ છે. તેમણે ત્યાં રહેતી સ્ત્રીઓના નવી જિંદગીનાં સપનાં આંજ્યાં છે. 2012માં દલાલોના પ્રચંડ વિરોધ છતાં 7 દીકરીનાં લગ્ન કરાવ્યાં, ત્યારે પહેલીવાર બન્યું હતું કે વાડિયાની કોઇ દીકરીનાં લગ્ન થયાં હોય.

YC